Gujarat

પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’

‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યકમમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ જાેડાયા

આગામી સમયમાં દેશમાં વિવિધ બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે, ત્યારે દિલ્લીથી ભરત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’માં જાેડાયા. જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાેડાયા. ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં ૨૨ હજાર વિદ્યાર્થીઓ જાેડાયા હતા. આ વર્ષે યોજાઈ રહેલા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં રેકોર્ડ બ્રેક ૨.૨૬ કરોડ વિદ્યાર્થીઓની નોંધણી થઈ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જાેડાયા, જેમાં તેમના મતવિસ્તાર નૂતન વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સાથે બેસી અને કાર્યક્રમને નિહાળ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના શિક્ષણ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત અમદાવાદમાં મેયર પ્રતિભા જૈન પણ હાજર રહ્યા.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *