Gujarat

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના જૂન, ૨૦૨૪ના એપિસોડ માટે વિચારો અને ઇનપુટ્‌સ આમંત્રિત કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીના કારણે ટૂંકા વિરામ બાદ ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના આગામી એપિસોડ વિશે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે આ મહિનાનો મન કી બાત કાર્યક્રમ ૩૦ જૂન, રવિવારના રોજ નક્કી કરવામાં આવ્યો છે.
શ્રી મોદીએ લોકોને સ્અય્ર્દૃ ઓપન ફોરમ, નમો એપ પર લખીને અથવા ૧૮૦૦ ૧૧ ૭૮૦૦ પર સંદેશ રેકોર્ડ કરીને મન કી બાતના ૧૧૧મા એપિસોડ માટે તેમના વિચારો અને ઇનપુટ્‌સ શેર કરવા વિનંતી કરી.

શ્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર એક પોસ્ટમાં કહ્યુંઃ

“ચૂંટણીના કારણે થોડા મહિનાના અંતરાલ પછી, ઈંસ્ટ્ઠહહદ્ભૈમ્ટ્ઠટ્ઠં પાછી આવી છે તે જણાવતા આનંદ થાય છે! આ મહિનાનો કાર્યક્રમ ૩૦મી જૂન, રવિવારના રોજ થશે. હું તમને બધાને તેના માટે તમારા વિચારો અને ઇનપુટ્‌સ શેર કરવા માટે આહ્વાન કરું છું. સ્અય્ર્દૃ ઓપન ફોરમ, દ્ગટ્ઠસ્ર્ એપ પર લખો અથવા તમારો સંદેશ ૧૮૦૦ ૧૧ ૭૮૦૦ પર રેકોર્ડ કરો.”