Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૨ ફેબ્રુઆરીએ મહેસાણા આવશે

વાળીનાથ મંદિરે આગામી ૧૬ ફેબ્રુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણાના તરભમાં આવેલા વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનારી છે. વાળીનાથ મંદિરે આગામી ૧૬ ફેબ્રુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનાર છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથ તેમજ શંકારાચાર્યજી તથા દેશભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સાત દિવસ ચાલનારા આ મહોત્સવમાં પ્રતિદિન ત્રણેક લાખ ભક્તો ઉપસ્થિત રહેશે, જ્યારે ૨૨ ફેબ્રુઆરીએ પાંચ લાખ ભક્તો ઉમટવા સંભાવનાઓ છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *