Gujarat

કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત લક્ષ ઇવેન્ટ નું ઇનામ વિતરણ સમારોહ

કડી સર્વ વિશ્વવિદ્યાલય ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ એડવેન્ચર દ્વારા ચાલતું લક્ષ સેલ જેનું સીઝન સિક્સનું ઇનામ વિતરણ સમારોહ તારીખ ૨૮/૬/૨૦૨૪ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ સિઝનમાં પ્રથમ વખત કડી સર્વ વિશ્વવિદ્યાલય ઉપરાંત વિવિધ યુનિવસિર્ટીઓએ ભાગ લીધેલ હતો.

જેમાં મહિલા કેટેગરીમાં કોમલ સોલંકી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવસિર્ટી પાટણ અને પુરુષ કેટેગરીમાં પૂજન ઘેટીયા એલડીઆરપી કોલેજ કડી સર્વ વિશ્વવિદ્યાલય યુનિવસિર્ટીના વિજેતા રહ્યા હતા.

તેઓને કડી સર્વ વિશ્વવિદ્યાલય તરફથી ૫૦૦૦૦ રોકડ પુરસ્કાર, મોટી ટ્રોફી, જીમ કીટ બેગ તેમજ ફ્રેમ ટીશર્ટ સટિર્ફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલયના બેસ્ટ પર્ફોર્મર દીપિકા કોલી પટેલ એસ.વી.બીએડ કોલેજ કડી સર્વ વિશ્વવિદ્યાલય ને ૨૫,૦૦૦ રૂપિયા રોકડ પુરસ્કાર, મોટી ટ્રોફી, જીમ કીટ બેગ અને ફ્રેમ સટિર્ફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. પ્રથમ પાવર પર્ફોર્મર શિવમ રત્નાની, ભોળાભાઈ પટેલ કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કડી સર્વ વિશ્વવિદ્યાલય અને પ્રાચી પલીવાર, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવસિર્ટી, પાટણ ને સટિર્ફિકેટ મોમેન્ટો તેમજ ૧૫ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

દ્વિતીય પાવર પર્ફોર્મર આયુષ ચૌધરી એલડીઆરપી કોલેજ કડી સર્વ વિશ્વવિદ્યાલયને સટિર્ફિકેટ મોમેન્ટો તેમજ ૧૧ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમજ બધા જ ઇવેન્ટના ફાઈનલિસ્ટ અને વોલન્ટિયર્સને ૫,૦૦૦ રોકડ પુરસ્કાર,સટિર્ફિકેટ તેમજ મોમેન્ટો આપી ઉત્સાહ વધાર્યો હતો. કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલ સર તેમજ લક્ષ ઇવેન્ટના કોઓર્ડીનેટર નોરીન વૈપાના મેડમ તેમજ લક્ષ કમિટી એ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધારે હતો.