Gujarat

મહાપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે કાર્યવાહી

જામનગરમાં મહાનગરપાલિકા દ્રારા પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે દરેડથી પવનચકકી સુધીની કેનાલની સફાઇ કામગીરી શરૂ કરવામાં આવી છે.

શહેરમાં અડધા કરોડના ખર્ચે તમામ કેનાલની સફાઇ કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવમાં આવી રહી છે. જેના ભાગરૂપે રણજીતસાગર માર્ગ એટલે કે, દરેડથી પવનચક્કી સુધીની ખૂલ્લી કેનાલની સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ કેનાલમાંથી કચરો, પ્લાસ્ટિક વિગેરે કાઢી કેનાલ ચોખ્ખી કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ડઝનેક જેટલા પાર્ટ પાડી પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અડધા કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.