કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં થાન રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો કાર્યક્રમ યોજાયો
*અમૃત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સ્ટેશનનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને સગવડોમાં વધારો કરવામાં આવશે*
*કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ અને ધારાસભ્ય શામજી ચોહાણની ઉપસ્થિતિમાં યોજાયું*
*2000 પ્રોજેક્ટ્સ શરૂ થવા સાથે, ભારત તેના રેલ્વે મુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પરિવર્તનનું સાક્ષી બનવા માટે તૈયાર છે”*
*અમૃત ભારત સ્ટેશન એ વિકાસ અને વિરાસત બંનેનું પ્રતિક છે”*
*વિકસિત ભારતમાં રેલ્વે સ્ટેશન કેવું હોય તે પર યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતા થયેલ વિધાર્થીઓને પ્રમાણપત્ર આપીને કરાયું સન્માન_*
*કોરોના સમયમાં સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ હતો ત્યારે રેલવે દ્વારા અનાજ, દવા અને ઓક્સિજનની હેરફેર કરી દેશના લોકોને સુરક્ષિત કરવામાં આવ્યા*
*:-કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા*
આજે મહિલા, બાળ અને આયુષ કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાની વિશેષ ઉપસ્થિતિમાં થાન રેલવે સ્ટેશન ખાતે અમૃત સ્ટેશન યોજના અંતર્ગત થાન રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારતીય રેલવેએ દેશભરના પ્રમુખ સ્ટેશનોને ‘નવા ભારતનું નવું સ્ટેશન’માં રૂપાંતરિત કરવા માટે “અમૃત ભારત સ્ટેશન” યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત રેલવે સ્ટેશનનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને સગવડોમાં વધારો કરવામાં આવશે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પશ્ચિમ રેલવેના ૬ ડિવિઝનોમાં આવેલા ૬૬ સ્ટેશન સહિત ભારતીય રેલવેના ૫૫૪ સ્ટેશનોના પુનઃવિકાસનું શિલાન્યાસ કર્યો છે. આ ૬૬ સ્ટેશનોમાંથી ૪૬ સ્ટેશન ગુજરાત રાજ્યના છે. અમૃત ભારત સ્ટેશન યોજનામાં સ્ટેશનોમાં બિલ્ડીંગ સુવિધાઓમાં વધારો, દિવ્યાંગજનો માટે અલગ વ્યવસ્થા, દરેક સ્ટેશન પર એક વિશાળ રૂફટોપ પ્લાઝા, કાફેટેરીયા, છૂટક વેચાણ માટે સ્થળ, વન સ્ટેશન વન પ્રોડક્ટ જેવી યોજનાઓ દ્વારા સ્થાનિક ઉત્પાદન વેચાણમાં વધારો, પાર્કિંગ ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
કોરોના સમયે રેલવેની ભૂમિકા વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોરોના સમયમાં જ્યારે દેશમાં સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ હતો ત્યારે રેલવે દ્વારા અનાજ, દવા અને ઓક્સિજનની હેરફેર કરી દેશના લોકોને સુરક્ષિત કરવામાં આવ્યા હતા
કેન્દ્રીય મંત્રીએ પોતાના સંસદિય વિસ્તારમાં કરેલાં વિકાસ કાર્યોની જાણકારી આપતા જણાવ્યું કે, સંસદના તમામ સત્રમાં સો ટકા હાજરી આપી લોકોના પ્રશ્નોને વાંચા આપી છે. પોતાની ગ્રાન્ટમાંથી ૩૫ આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. સંસદીય ક્ષેત્રમાં ત્રણ વૈકુંઠ રથ, સ્કૂલોમાં પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, ૨૦ જીમ, ૨૦ લાઇબ્રેરી, સરકારી આયુર્વેદ કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, સુરેન્દ્રનગર ખાતે FM રેડિયો સ્ટેશન જેવા વગેરે વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા સહિતના મહાનુભાવોના વરદહસ્તે વિકસિત ભારત ૨૦૪૭ અને રેલવે વિષય પર ચિત્ર સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અગાઉ થાનની કે.કે.રોયલ સ્કૂલ અને સનરાઈઝ સ્કુલના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત સર્વે લોકોએ મન ભરીને માણી હતી. ઉપસ્થિત સર્વે લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. કાર્યક્રમમાં ચોટીલા ધારાસભ્યશામજીભાઈ ચૌહાણ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અગ્રણીઓ ચોટીલા પ્રાંત અધિકારી રેલવે વરીષ્ઠ અધિકારી સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.