હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ સોમવારથી શરૂ થતો હોવાથી ડીસામાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન માસ મટનની દુકાનો બંધ કરાવવા નાયબ કલેક્ટર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ડીસામાં હિન્દુ યુવા સંગઠન ભારતના કાર્યકરો દ્વારા આજે નાયબ કલેકટર અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી શ્રાવણ માસ દરમિયાન માસ મટનની દુકાનો બંધ કરાવવા રજૂઆત કરાઈ હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે શહેરમાં માર્ગો પર જાહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી માસ મટનની દુકાનો ઈંડાની લારીઓ તેમજ ગેરકદેસર રીતે ચાલતા કતલખાના બંધ કરાવવા જોઈએ.

શ્રાવણ માસમાં હિન્દુઓ ઉપવાસ કરતા હોય અને પૂજા કરવા જતા હોય ત્યારે જાહેરમાં માસ મટન ઈંડા વેચાતા હોય તેઓની લાગણીઓ દુભાય છે. જેથી શ્રાવણ માસ શરૂ થતો હોવાથી આવી દુકાનો લારિયો કાયદાકીય રીતે બંધ કરાવવા રજૂઆત છે.

