ધોરાજીમાં સફાઈ કામદારોએ વહીવટદાર અને ડે. કલેકટરને આવેદન આપી સફાઈ કામદારોને આઉટ સોર્સીંગ કંપનીને સોંપવામાં ન આવે તેમજ રોટેશન પર રહેલા રોજમદાર સફાઈ કામદારને રેગ્યુલર કામ પર રાખવામાં આવે તેમજ ધો૨ાજીની વસ્તી વિસ્તાર ધ્યાનમાં રાખીને સફાઈ કામદા૨ ૨ોજમદારોનું સેટઅપ વધા૨વા માગણી કરવામાં આવી છે.
ધોરાજી સુધરાઇ કોલોની, લાલા લજપતરાય કોલોની વિસ્તારના સફાઈ કામદારોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ નગરપાલિકા દ્વારા ટેન્ડરપ્રક્રિયા કરવામાં આવી કે તેમાં નગરપાલિકા દ્વા૨ા ક્રમ નં.૧૦ માં તેમજ ક્રમ નં.૭૪ માં જે ટેન્ડરની શરતમાં નાંખેલ છે તે રદ કરવામાં આવે કારણ કે કર્મચારી નગરપાલિકાનાં રોજમદાર સફાઈકામદાર નગરપાલિકાનાં તો એજન્સીને નગરપાલિકા દ્વારા સોંપવામાં ન આવે તેવી અમા૨ી માંગણી છે.
તેમજ હાલ જે નગરપાલિકામાં રોજમદા૨ો સફાઈ કામદારો રાખવામાં આવે છે. તે એક મહીનો રાખીને એક મહીનો ઉતારી દેવામાં આવે છે જે તે કારણ કામદારો એક મહીનો રોજગારી વગર રહે છે. જેને લઈને અમારી માંગણી છે કે, રોજમદાર સફાઈ કામદારોને રેગ્યુલર રાખવામાં આવે.હાલ ધો૨ાજી પાલિકામાં જે ૧૧૬ સફાઈ કામદારોનું સેટઅપ છે જે ઘણુ ઓછું છે.
તે વધારીને ૧૫૦ ક૨વામાં આવે તેવી અમારી માંગણી છે. જો આ બાબતોને હજુ પણ ધ્યાને નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ હડતાલ ક૨વાની ફરજ પડશે તેમ રજૂઆતમાં અંતમાં જણાવાયું હતું.

