Gujarat

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવાણીને આહવાન કરવામાં આવેલ

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવાણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર,૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર,૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.
સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે તા.૨૩-૦૯-૨૦૨૪ના રોજ મેરેથોન દોડ સરકારી હાઈસ્કુલથી એમ.ડી.સ્કુલ સુધી યોજવામાં આવેલ. મેરેથોન દોડમાં પોલીસ સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ,એમ.ડી.સ્કુલના વિદ્યાર્થીઓ, બોયઝ સ્કુલના વિદ્યાર્થીઓ,આદર્શ સ્કુલના વિદ્યાર્થીઓ,સરકારી હાઇસ્કુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયેલ. સદરહું કાર્યક્રમમાં શ્રી મહાસુખભાઈ કણજરીયા,શ્રી રાજુભાઈ વોરા,કિશોરભાઈ પાટીવાળા, જીજ્ઞેશભાઈ બોળીયા તથા પોલીસ અધિકારીશ્રીઓ જોડાયેલ હતા.
મેરેથોન દોડમાં સ્વચ્છતાના શપથ લેવામાં આવેલ. ત્યારબાદ અધિકારીશ્રીઓ દ્વારા ફ્લેગ માર્ચ આપી મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવેલ. નગરપાલિકા દ્વારા એમ.ડી.સ્કુલ ખાતે એનર્જી ડ્રીંક/ફ્રુટનું વિતરણ કરવામાં આવેલ.
સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે તા.૨૨-૦૯-૨૦૨૪ના રોજ વોલ પેઈન્ટીંગ અંતર્ગત સાળંગપુર રોડ-અન્ડરબ્રીજમાં સ્વચ્છતાની થીમ પર વોલ પેઈન્ટીંગ કરાવવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્મને સફળ બનાવવા નગરપાલિકા ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20240923-WA0073-3.jpg IMG-20240923-WA0072-2.jpg IMG-20240923-WA0074-1.jpg IMG-20240923-WA0071-0.jpg