જુનાગઢમાં વાંચન વલોણું દ્વારા પુસ્તકાલય ના ઉદ્ઘાટન પ્રસંગે જુનાગઢ ની વિવિધ સંસ્થા દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુની પુસ્તક તુલા નો પૂજ્ય બાપુ ના જન્મ દિવસ નિમિતે અવર્ણનીય પ્રસંગ હતો.
વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત સંહિતા મહિલા મંડળ ના ચેરમેંન ચેતનાબેન પંડ્યા અને પ્રમુખ ચંદ્રિકા બેન મેહતા તેમજ તેની મહિલા મંડળ ની ટીમ તરફથી સર્વપ્રથમ પૂજ્ય બાપુને 66 વર્ષ હોય તો 66 પુસ્તકો અર્પણ કરેલા હતા. જ્યારે આપણા સંહિતામહિલા મંડળ તરફથી પુસ્તકો તુલામાં મૂક્યા ત્યારે પૂજ્ય બાપુની તુલા ઉપર ઉઠી અને પૂર્ણ થઈ… આ આપણા મંડળની અમૂલ્ય અને અતુલ્ય યાદગાર ઘડી હતી …
શ્રી સંહિતા મહિલા મંડળ ની મહિલા ટીમ ના બેહનો દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુ નું સાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવેલ