મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે પલ્સ પોલીયો ઇમ્યુનાઈઝેશન કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવના ભાગરૂપે, આજે મેંદરડા હેલ્થ સેન્ટર તેમજ મેંદરડા બસ સ્ટેશન ખાતે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા,તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ સોંદરવા જિલ્લા અનુ, મોરચાના મંત્રી ભુરાભાઈ મકવાણા,પૂર્વ તાલુકા મહામંત્રી દીપકભાઈ બલદાણીયા તેમજ યુવા મોરચાના મહામંત્રી રાજ બગડા ગ્રામ પં. સદસ્ય સુધીરભાઈ ડાભી તેમજ હોસ્પીટલ ના ડો.પરમાર, શૈલેષભાઈ રવૈયા, મોહિતભાઈ કોટડીયા સહીત આરોગ્યની ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


