આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા એસ.ડી.કલારા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર સર્કલ નાઓના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન માં નોંધાયેલ વાહન ચોરીના મિલ્કત સંબંધી ગુનાઓ ઉકેલી કાઢવા પોલીસ સ્ટેશનમાં ટીમો બનાવી સઘન વાહન ચેકીંગ કરી મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુના ઉકેલવા સુચના આપવામાં આવેલ જેની અમલવારી થાય તે સારૂ આજ રોજ તા. ૨૨/૦૪/૨૦૨૪ ના સોમવારના રોજ કવાંટ ટાઉનમાં હાટ બજાર ભરાતો હોય પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓ પોસ્ટેની અલગ અલગ ટીમો બનાવી હાટ બજારમાં વાહન ચેકીંગની કામગીરી શરૂ કરેલ હતી જે દરમ્યાન કવાંટ બજારમાં સૈડીવાસણ ચોકડી ઉપર કડીપાણી રોડ ઉપરથી એક કાળા કલરની હોન્ડા સીબીસાઈન મોટર સાયકલ રજી નં : GJ-34-F-5868 ની આવતા તેની રોકી સદરી મોટર સાયકલના ચાલકનુ નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ ભરતભાઈ રતનભાઈ જાતે રાઠવા ઉવ.૨૮ ધંધો ખેતી રહે.
રાયસીંગપુરા, ખાટીયાબાર ફળીયુ તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાનો હોવાનુ જણાવેલ અને સદરી ઇસમને તેની પાસેની મોટર સાયકલના કાગળો તથા માલિકી બાબતે પુછપરછ કરતા તે ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી શંકા જતા સદર મોટર સાયકલના રજીસ્ટ્રેશન નંબર ને પોકેટ કોપ મોબાઇલ માં નાખી સર્ચ કરી ખરાઈ કરતા સદરી મોટર સાયકલના માલિક તરીકે દીનેશભાઈ કંચનભાઈ કોળી રહે. પટેલ ફળીયા, સેગવા સીમલી, ડભેરાઈ તા. જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુર નાઓ હોવાનુ જણાઈ આવેલ અને સદરી મોટર સાયકલની ચોરી અંગે જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૩૨૪૦૦૫૭/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનુ જણાઈ આવતા સદરી મોટર સાયકલ કબજે કરી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે જેતપુરપાવી પોલીસ સ્ટેશનને આરોપી તથા મોટર સાયકલ સોંપવા તજવીજ હાથ ધરેલ છે. આમ કવાંટ પોલીસને પોકેટ કોપ મોબાઇલની મદદથી વાહન ચોરીનો મિલ્કત સંબધી અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકલવામાં સફળતા મળેલ છે.

