Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ જે.વી.મોદી હાઈસ્કૂલમાં એન. એસ. યુ. આઈ.દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન

શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલમાં દર સાલની માફક આ વર્ષે પણ એન.એસ. યુ.આઈ.દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. એન.એસ.યુ.આઈ.ના ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ  કેતનભાઇ ખુમાણ દ્વારા આ સ્પર્ધા એમની હાજરીમાં યોજવામાં આવીહતી. પ્રથમ રાઉન્ડ સામાન્ય પ્રશ્નોત્તરી, બીજો રાઉન્ડ પાસિંગ રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ બર્જર રાઉન્ડ એમ ત્રણ રાઉન્ડમાં યોજવામાં  આવી.
આ ક્વિઝ સ્પર્ધામાં શહીદ ભગતસિંહ સ્વામી વિવેકાનંદ સુભાષચંદ્ર બોઝ અને વીર સાવરકર એમ કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો, એક ટીમમાં ચાર વિદ્યાર્થીઓ હતા. દરેક ટીમની સામે ઇલેક્ટ્રોનિક બર્જર અને એબીસીડી વિકલ્પવાળુ બોર્ડ મૂકવામાં આવ્યું હતું. તેમજ કોન બનેગા કરોડપતિના મ્યુઝિકની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.પ્રશ્નોત્તરી માટે પ્રોજેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં દરેક પ્રશ્ન ચાર વિકલ્પો સાથે સ્ક્રીન ઉપર આવે અને સાથે સંચાલક તેનું વાંચન પણ કરે તેવી ગોઠવણ કરેલ.
ત્રણ રાઉન્ડના અંતે ટીમ સુભાષચંદ્ર બોઝ વિજેતા થયેલ , ટીમના ચાર વિદ્યાર્થીઓ વેગડ કુલદીપ, કુડેચા પંકજ, ચૌહાણ ધર્મેશ અને રાઠોડ ક્રિશને શીલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.  કેતનભાઇ ખુમાણે પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું કે આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં જ્ઞાન શક્તિનો વિકાસ થાય અને નવું જાણવા મળે એવો છે.
એમણે એ વાતનું ગૌરવ પણ લીધું કે હું આ જ શાળાનો વિદ્યાર્થી છું અને આ જ શાળાએ મને આગળ વધવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન સાથે સ્ટેજ પૂરું પાડ્યું. શાળાની પ્રવૃત્તિ અને શૈક્ષણિક વ્યવસ્થાના  સંસ્મરણો વાગોળી પોતાનો શાળા પ્રત્યેનો અહોભાવ પ્રગટ કર્યો હતો. અંતમાં દરેક વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ આગળ વધો તેવી શુભેચ્છા પાઠવી હતી.કાર્યક્રમના આયોજનમાં પ્રોજેક્ટ અને કોમ્પ્યુટરની વ્યવસ્થા માટે કોમ્પ્યુટર શિક્ષક સમીરભાઈએ જહેમત ઉઠાવી હતી સ્પર્ધાનું સંચાલન શાળાના શિક્ષક  જીતુભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું તો બેઠક વ્યવસ્થા સાઉન્ડ વ્યવસ્થા ની કામગીરી શાળાના શિક્ષક  શૈલેષભાઈ ખરાડી સંજયભાઈ મહેતા કરી હતી.
તો સ્પર્ધાના નિર્ણાયક તરીકે શિક્ષક શ્રીનાજાભાઇ શિયાળ તથા દિપાલીબેન સોલંકી જવાબદારી સંભાળી હતી.અંતમાં શાળાના આચાર્ય આશિષભાઈ જોશીએ પોતાના વ્યક્તવ્યમાં વિદ્યાર્થીઓને આવી સ્પર્ધાઓમાં વધારેમા વધારે ભાગ લો ને સફળતા પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા સાથે સૌને અભિનંદન પાઠવી સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓની  સાથે સ્પર્ધાના આયોજક  કેતનભાઇ ખુમાણનો આભાર પ્રગટ કરેલ.
આ તકે શ્રી નૂતન કેળવણી મંડળના સમગ્ર ટ્રસ્ટી ગણે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં  કે.કે. હાઈસ્કૂલના આચાર્ય શ્રી ચેતનભાઇ ગુજરીયા સાહેબ અને ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યા ઉષાબેન તેરૈયા હાજર રહ્યા હતા.
બિપીન પાંધી