Gujarat

રાધનપુર: પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર રાધનપુર ને 1 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરાઇ…

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

રાધનપુર: પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર રાધનપુર ને 1 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરાઇ…

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર રાધનપુર ને 1 વર્ષ સફળતા પૂર્વક પૂરું થતા મેડિકલ સ્ટોર માં ડેકોરેશન કરી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમ અંતર્ગત આર. એમ.ઓ ડૉ. પંચાલ, રાધનપુર રેડક્રોસ ના હોદ્દેદારો ડૉ. નવીનભાઈ ઠક્કર, ડૉ. દિનેશભાઇ ઠક્કર , મહેશ રાઠોડ, રઘુરામભાઈ ઠક્કર કાંતિભાઈ નાઈ, રેફરલ હોસ્પિટલ ના અન્ય ડોક્ટર મિત્રો સ્ટાફ, ફાર્માશિષ્ટ મિત્રો હાજર રહ્યા હતાં. યોજાયેલ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ફાર્માશિષ્ટ હાર્દિકભાઈ ગોસ્વામી નો મહત્વનો ભાગ રહ્યો હતો.

IMG-20240917-WA0069.jpg