પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
રાધનપુરના ધરવડી ગ્રામપંચાયત દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત ગામમાં સાફ-સફાઈ કરાઈ દબાણો દૂર કરાયા..
*ગામમાં નડતર રૂપ દબાણો પણ JCB દ્વારા તોડીને ધરવડી ગ્રામપંચાયત દ્વારા દુર કરવામાં આવ્યા..*
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનાં ધરવડી ગામ ખાતે ગ્રામપંચાયત દ્વારા “સ્વચ્છતા હી સેવા ઝુંબેશ” અંતર્ગત ગામમાં સાફ સફાઈ કરવામાં આવી સાથેજ ગામમાં કરાયેલા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રાધનપુર તાલુકાના ધરવડી ગ્રામપંચાયતનાં સરપંચ વિજયભાઈ પરમાર તથા તલાટી. સી.બી.ભરવાડ દ્વારા ધરવડી અને લક્ષ્મીપુરા ગામ કચરા મુક્ત બને તેમજ સ્વચ્છ બને તે માટે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.અને સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત ધરવડી અને લક્ષ્મીપુરા ગામ ખાતે ગંદકી અને કચરા નો નિકાલ કરાયો હતો.
આ સફાઈ અભિયાનમાં ધરવડી ગામના તલાટી, સરપંચ તેમજ ગ્રામજનો પણ જોડાયા હતા.અને ધરવડી તથા લક્ષ્મીપુરા ગામમાં ધાર્મિક સ્થળો, શાળા તથા ગામ મહોલ્લા તેમજ શેરીઓમાં જઈને સંપૂર્ણપણે સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ ધરવડી તથા લક્ષ્મીપુરા ગામમાં નડતર રૂપ દબાણો પણ જી.સી.બી દ્વારા તોડીને ધરવડી ગ્રામપંચાયત દ્વારા દુર કરવામાં આવ્યા હતા.





