Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાની પ્રજાને રેલવેની સુવિધા વર્ષો પછી આશીર્વાદ બની છે

છોટાઉદેપુર જિલ્લા પાવી જેતપુર ખાતે ભારજ નદી ઉપર બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતા પાવી જેતપુર અને છોટાઉદેપુરની અને મધ્યપ્રદેશની પ્રજાને બોડેલી અને વડોદરા જવા માટે 25 કિલોમીટરનો ફેરો થતો હોવાથી પ્રજા માટે એક માત્ર રેલવે સેવા આશીર્વાદ રૂપ બનતા હાલ વર્ષોથી ચાલતી ટ્રેન માં છેલ્લા આઠ દિવસથી ભારે ભીડ જોવા મળી રહી છે.
 
જ્યારે રેલવેમાં આવક પણ વધી છે. છોટાઉદેપુર વડોદરા ના રેલવેના રૂટમાં રેલવે વર્ષોથી ખોટ કરતી હતી. પરંતુ પાવી જેતપુરના ભારજ નદી ઉપરના બ્રિજ અને ડાયવર્ઝન ધોવાતા રેલવે ટ્રેન દ્વારા લોકો અવર જવર કરવા માટે નું મુખ્ય સાધન રેલવે બન્યું છે.
જ્યારે લોકોના જણાવ્યા મુજબ રેલવે બ્રિજના પાયા ખુલ્લા થયા છે. પરંતુ રેલવે ચલાવવામાં આવે છે. જેનાથી દવાખાને જવા માટે અને વડોદરા જવા માટે ઘણી રાહત મળી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર