Business Gujarat

રેલવે PSU RITES લિમિટેડ શેરધારકોને ડબલ ભેટ આપી શકે છે!

રેલવે PSU RITES લિમિટેડ આવતા અઠવાડિયે તેના શેરધારકોને ડબલ ભેટ આપી શકે છે. એક્સચેન્જ ફાઈલિંગ મુજબ, રેલવે PSU RITES આવતા અઠવાડિયે બોનસ ઈશ્યૂ અને વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ તો આ કંપનીનો સ્ટોક એક વર્ષમાં ૩૪ ટકા વધી ગયો છે. ત્યારે કંપની શેરધારકો માટે મોટી ભેટની તૈયારીઓ કરી રહી છે. ઇૈં્‌ઈજી લિમિટેડે એક્સચેન્જાેને જાણ કરી છે કે તે બોનસ શેરના મુદ્દા પર વિચારણા કરવા બુધવારે (૩૧ જુલાઈ)ના રોજ બોર્ડ મીટિંગ કરશે.

તમને જણાવી દઈએ કે કંપનીએ અગાઉ ઓગસ્ટ ૨૦૧૯માં બોનસ શેરની જાહેરાત કરી હતી. આ સિવાય કંપની તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. તે નાણાકીય વર્ષ ૨૦૨૫ પહેલા વચગાળાના ડિવિડન્ડ પર પણ વિચાર કરશે અને મંજૂરી મળ્યા બાદ તેની જાહેરાત કરશે. આ શેર શેરધારકોને કોઈપણ વધારાના ખર્ચ વિના જાહેર કરવામાં આવે છે અને તેથી તેને ફ્રી શેર પણ કહેવાશે. જે રોકાણકારો એક્સ-ડેટ પહેલા શેર ખરીદે છે તેઓ જ બોનસ શેર માટે પાત્ર બનશે. જાે કોઈ રોકાણકાર એક્સ-ડેટ પર અથવા તેના પછી શેર ખરીદે છે, તો તે બોનસ શેર મેળવવા માટે પાત્ર રહેશે નહીં.

નાણાકીય વર્ષ ૨૦૨૪ ના છેલ્લા ક્વાર્ટરમાં, સરકારની માલિકીની કંપની ઇૈં્‌ઈજી એ આવકમાં ઘટાડાને કારણે તેના એકીકૃત ચોખ્ખા નફામાં ૧.૫૯% નો ઘટાડો નોંધ્યો હતો, જે ૧૩૬.૬૭ કરોડ રૂપિયા હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. ૧૩૮.૮૯ કરોડનો નફો નોંધાવ્યો હતો. દરમિયાન, જાન્યુઆરી-માર્ચ ગાળામાં કંપનીની કુલ આવક ઘટીને રૂ. ૬૬૭.૬૮ કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. ૭૦૫.૬૩ કરોડ હતી. રેલવે ઁજીેંનો શેર ૨૬ જુલાઈએ ૧.૨૫ ટકાના ઘટાડા સાથે રૂ. ૬૬૭ પર બંધ થયો હતો. સ્ટોકનો ૫૨ સપ્તાહનો ઉચ્ચતમ ૮૨૬.૧૫ અને નીચો ૪૩૨.૬૫ છે. છેલ્લા ૨ અઠવાડિયામાં સ્ટોક ૧૪ ટકા ઘટ્યો છે. વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં સ્ટોક ૩૩ ટકા અને છેલ્લા એક વર્ષમાં ૩૪ ટકા વધ્યો છે. છેલ્લા ૨ વર્ષમાં સ્ટોકમાં ૧૬૦ ટકાથી વધુનો વધારો થયો છે.