Gujarat

રાજકોટ બેડીગામ ઇંગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થા સાથે ઇસમોને પકડી પાડતી પી.સી.બી.

રાજકોટ બેડીગામ ઇંગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થા સાથે ઇસમોને પકડી પાડતી પી.સી.બી.

રાજકોટ શહેર તા.૧૪/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.સી.બી. PI એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. એમ.જે.હુણ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કરણભાઇ મારૂ તથા વિજયભાઇ મેતા તથા ફુલદિપસિંહ જાડેજા નાઓને મળેલ સયુંકત હકિકત આધારે બેડીગામ મેડાધાર સીમ વિસ્તારમાંથી દિવ્યેશભાઇ ચંન્દ્રોલાની વાડીમાં આવેલ ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂ તથા બિયરના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવેલ છે. (૧) દિવ્યેશભાઇ નારણભાઇ ચંન્દ્રોલા ઉ.૩૫ જાતે.પટેલ રહે.બેડીગામ રાજકોટ (૨) યુસુફભાઇ મોહમદભાઇ ભાવદીનપૌત્રા ઉ.૨૬ રહે.હડાળા મોરબી રોડ રાજકોટ (૩) હુસેનભાઇ બાબુભાઇ જુણેજા રહે. કુવાડવા રોડ ડી.માર્ટ વાળી શેરી, આવાસ યોજના કવાટર,સી-વીંગ, બ્લોક નં-૫૦૮, રાજકોટ. ઇંગલિશ તથા બિયરનો જથ્થો મુદ્દામાલ કુલ કિં.૪૮,૦૦૦ હજાર રૂપિયાનો કબ્જે કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20240914-WA0112.jpg