રાજકોટ મહાનગરપાલિકા “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અંતર્ગત IEC એક્ટીવીટીના ભાગરૂપે જનજાગૃતિ રેલી યોજાઈ.
રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઇજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭/૯/૨૦૨૪ થી તા.૨/૧૦/૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૧૮/૯/૨૦૨૪ના રોજ સવારે ૮:૩૦ કલાકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદીજુદી શાળાઓમાં બાળકો અને શિક્ષકો દ્વારા સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૧૩માં આવેલ શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી પ્રા. શાળાનં.૬૯ ખાતે સ્વચ્છતા રેલી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિના ચેરમેન નિલેશભાઈ જલુ અને શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ ઉપસ્થિત રહી રેલીમાં જોડાયા હતા અને અન્ય નીચે મુજબની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં રેલી યોજવામાં આવી હતી. વોર્ડ વાઈઝ યોજાયેલ સ્વચ્છતા રેલીમાં વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઇસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, શિક્ષણ સમિતિના સદસ્યઓ, લગત વોર્ડના કોર્પોરેટરઓ, વોર્ડની ટીમ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ અને શાળાના વાલીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ ૯૩ શાળાએ ભાગ લીધેલ હતો. સ્વચ્છતા રેલીમાં કુલ-૪૦૫ શિક્ષકો, ૧૨૮૪૩ વિદ્યાર્થીઓ અને શાળાની SMCના ૧૯૨ સભ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં શાળાના વાલીઓ જોડાયા હતા. વધુમાં જણાવવાનું કે, “સ્વચ્છતા હી સેવા ૨૦૨૪” ની IEC એક્ટીવીટી અંતર્ગત આવતીકાલ તા.૧૯-૯-૨૦૨૪ને ગુરુવારના રોજ સવારે ૭ કલાકે એથ્લેટિક્સ ટ્રેક ગ્રાઉન્ડ પાસે, રેસકોર્ષમાં આવેલ યોગ કેન્દ્ર ખાતે “યોગ શિબિર”નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં શહેરીજનોને જોડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ આહવાન કરેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.