Gujarat

લોકશાળા ખડસલીમાં રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી

તારીખ ૧૯-૮-૨૪ ને સોમવારના રોજ લોકશાળા ખડસલીમાં સામૂહિક રક્ષાબંધન તહેવાર ઉજવવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે લોકશાળા ખડસલીના ભૂતપૂર્વ શિક્ષક અને ભૂતપૂર્વ આચાર્યશ્રી દોસ્તભાઈ બ્લોચ  હાજર રહેલ. સંગીત ટુકડીએ રક્ષાબંધનના તહેવારના અનુસંધાને ગીતો રજુ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  પ્રવીણભાઈ પટેલ કરેલ આ તકે શાળાના આચાર્ય  નાનજીભાઈ મકવાણા શિક્ષક ગોવાભાઇ ગાગીયા,  ચતુરભાઈ ગંગેડિયા, આણંદભાઈ ડાભી તેમજ હરેશભાઈ વાઘ અને મનજીભાઈ ડાભી ઉપસ્થિત રહેલ તેમજ લોકશાળા ખડસલીનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
બિપીન પાંધી