સાવરકુંડલાના કેવડા પરા ગાયત્રી મંદિર પાસે સુકનેરા ડેમ કાંઠેથી રામદેવ પીર મંદિરથી સાવરકુંડલાના હાર્દિક ધીરૂભાઈ પરમાર નામના પદયાત્રી તારીખ ૮-૧૨-૨૪ ના રોજ સાવરકુંડલાથી રામદેવરા (રણુજા જૂના રાજસ્થાન) સુધીની પદયાત્રા માટે નીકળેલ છે. પોતે એકલા આ કડકડતી ઠંડીમાં પણ પદયાત્રા કરે છે જે રામદેવપીરમાં અતૂટ શ્રધ્ધા દર્શાવે છે. પોતાની આ પદયાત્રા સુખરૂપ રહે તે માટે ભાવિકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
હાલ ગતરોજ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરીને આગળ વધી રહ્યાં છે. તેમની આ પદયાત્રા દરમિયાન રણુજા પહોંચતાં સુધી આપ કોઈ મદદ કે સેવા કરવા માંગતા હો તો આપેલ સ્કેનર પર કરી શકો છો. આમ પણ શ્રધ્ધા અને ભક્તિ જો અડગ હોય તો ઈશ્વર પણ આવા શુભકાર્યોમાં હમેશા સાથે જ હોય છે. રામદેવરા (જુના રણુજા – રાજસ્થાન) સુધી પહોંચતા લગભગ પચ્ચીસ દિવસ જેટલો સમય લાગશે એમ તેણે જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા