છોટાઉદેપુરના તાલુકાના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે વડોદરાના સંયુક્ત ખેતી નિયામક એમ.એમ. પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમના સ્ટોલોમાં ગૌમૂત્ર અને ગોબરથી બનેલા દિવા અને અન્ય વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના લીંબાણી ગામના રાઠવા રમેશભાઈ જેઓ ૨૦૧૮માં પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દસપર્ણી અર્ક બનાવવાનું શીખ્યા હતા. પ્રાકૃતિ ખેતીના આયામોનો ખેતીમાં પ્રયોગ કરી સારૂ પરિણામ મેળવ્યું હતું.
રમેશભાઈ જણાવે છે કે ગાયના ગોબરની વિશેષતા જાણી તેમણે ગાયના ગોબરમાંથી કોડિયા બનાવી વેચાણ શરૂ કર્યું,ધીરે ધીરે તેમણે પાનમાં ગણેશજી, શુભ-લાભ, ગોબરની માળા, ગાડીના કિચન, મોબાઈલ સ્ટેન્ડ, ગોબરના કવરવાળું ઘડિયાળ બનાવી વેચાણ શરૂ કર્યું. આ ઉપારંત તેઓ કેસુડા, લીમડાના સાબુ લીમડાના પાનનો અર્ક અને ગાયના ઘી માંથી નસ્ય બનાવી વેચાણ કરે છે.
રમેશભાઈ પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા બાદ તેમાંથી મળતા ફાયદાઓ જાણી નવી પ્રોડક્ટો બનાવી સારું એવું વેચાણ કરી આવક મેળવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર