બાર એસોસિએશન ઓફ ગુજરાત રુલ્સ 2015 અમદાવાદ મુજબ એક બાર એક મતના નિયમ અનુસાર છોટાઉદેપુર વકીલ મંડળના પ્રમુખ પદની ચૂંટણી આજરોજ તારીખ 20 ડિસેમ્બર 2024ને શુક્રવારે સવારે 11 થી બપોરના ત્રણ કલાક સુધી ચૂંટણી અધિકારી પ્રવીણ.જી. રાઠવાની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ એ રાઠવા અને ભાવસિંગભાઈ ડી રાઠવા એ ઉમેદવારી નોંધાવી હતી.
કુલ 93 મતદારો ધરાવતા છોટાઉદેપુર વકીલ મંડળની ચૂંટણીમાં ૮૦ વકીલ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મત ગણતરીના અંતે છોટાઉદેપુર વકીલ મંડળના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવાને 56 મત અને ભાવસિંગભાઈ રાઠવા અને 23 મત એક મત રદ થયો હતો. રમેશભાઈ રાઠવા ને સૌથી વધુ મત મળતા ચૂંટણી અધિકારી પ્રવીણ જી રાઠવા એ રમેશભાઈ રાઠવા ને વિજેતા જાહેર કર્યા હતા. સતત ત્રીજી વખત છોટાઉદેપુર વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજેતા થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
તમામ વકીલ મિત્રોએ વિજેતા રમેશભાઈ રાઠવા એ ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે ઉપપ્રમુખ તરીકે ફિરોજભાઈ પઠાણ મંત્રી તરીકે સલીમભાઈ મલેક એલ આર તરીકે નરગીસબાનુ મકરાણી લાઇબ્રેરીયન તરીકે દિનેશભાઈ આર રાઠવા બિનહરીફ જાહેર થયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર