વિસાવદરના રામપરા રુપલઆઇ ધામે અષાઢી બીજના પવિત્ર દિવસે વૃક્ષારોપણ કરતા પૂ.આઇ રૂપલમાં.
ગત વર્ષના ઉનાળુ દિવસોમાં અસહ્ય ઉંચા તાપમાનને કારણે અસહ્ય ગરમી, ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદની અનિયમિતતા, ક્લાઈમેટ ચેન્જ આ બધા પરિબળોનું સંતુલન જળવાઈ રહે તેના વિકલ્પ રૂપે વૃક્ષારોપણની તાતી જરૂરિયાત છે.
રામપરા રૂપલઆઇ ધામમાં જગદંબા સ્વરૂપ પૂ.રૂપલ આઈએ મંદિરના પરિસર તેમજ આંગણામાં પોતાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરી માનવ જાતને મુક સંદેશો પાઠવેલ કે દરેક વ્યક્તિએ આપણા મુખ્ય તહેવારો, સામાજિક પ્રસંગો અને ધાર્મિક પ્રસંગો તેમજ આપણા જીવનની સુખદ ક્ષણોને યાદગાર બનાવવા એક એક વૃક્ષ વાવી તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારીઓ સાથે વૃક્ષારોપણ કરશું, તો તેનું સુખદ પરિણામ આવશે. અને તેની ફળશ્રુતિ ભાવિ પેઢીને મળશે. વૃક્ષારોપણ એ લોકસેવાનું કાર્ય છે.
વનીકરણ તથા વૃક્ષારોપણ માટે વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ પૂરતો સહયોગ આપે છે. તેમ રૂપલઆઇ ધામ ટ્રસ્ટના સંચાલક જીણાભાઈ ગઢવીની અખબાર યાદી જણાવે છે.
સી.વી.જોશી વિસાવદર