જામનગરમાં આગામી 2 મેના વડાપ્રધાનની જાહેરસભા યોજાશે. પીએમના સભા સ્થળનું રેન્જ આઇજીએ નિરીક્ષણ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષો દ્રારા પ્રચાર પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યો છે.
ત્યારે આગામી 2 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જામનગરમાં સભા સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જે અંતર્ગત જામનગરમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કે જયાં પીએમની સભા છે તે સ્થળનું રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ નિરીક્ષણ કર્યું હતું.