Gujarat

મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષકસંઘના હોદેદારોએ ગુ. શા. મહેતા ગર્લ્સ સ્કૂલ ખાતે પરીક્ષાર્થીઓને આવકાર્યા

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ સમગ્ર ગુજરાતમાં પ્રાઈમરી સ્કોલરશીપ એક્ઝામ (PSE) હાથ ધરાઈ છે.

જે અન્વયે ગુ. શા. મહેતા ગર્લ્સ સ્કૂલ ખાતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આવકાર આપવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, શિક્ષકસંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા શિક્ષક સંઘના હોદેદારો સંજયભાઈ મેશિયા, હેતલબેન પંચમતિયા, પ્રિન્સિપાલ હીનાબેન તન્ના, શિક્ષક સંઘના ખજાનચી દિપકભાઈ ગલાની, હેતલબેન શિરા, પ્રીતિબેન જગડ સહિત આચાર્ય તથા શિક્ષકો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.