રણજી ટ્રોફી ૨૦૨૩-૨૪ ને લઈ ક્વાર્ટર ફાઈનલનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યુ છે. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. આગામી મહિને ફાઈનલ મેચ રમાનારી છે. આ દરમિયાન હવે ક્વાર્ટર ફાઈનલમાં આ માટેની ધમાલ મચનારી છે. ક્વાર્ટર ફાઈનલમાં ગુજરાત રાજ્યમાંથી બે ટીમો પહોંચવામાં સફળ રહી છે. બરોડા અને સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં પહોંચવામાં સફળ રહી છે. ૨૩ ફેબ્રુઆરીથી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચ શરુ થનારી છે. સૌરાષ્ટ્રની ટીમ આમ પણ રણજી ટ્રોફીમાં પોતાનો દબદબો ધરાવે છે. સૌરાષ્ટ્રની ટીમ વધુ એકવાર ફાઈનલમાં સ્થાન મેળવવા માટે દાવેદાર તરીકે જાેવામાં આવે છે. ગુજરાતની ટીમ ૭માંથી ૪ મેચમાં જીત મેળવવા છતાં પણ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી શકી નથી. પોઈન્ટ્સ ટેબલમાં ૨ પોઈન્ટથી પાછળ રહીને ત્રીજા સ્થાને રહેતા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી શકાયુ નહોતું.
પોત પોતાના ગ્રુપમાં ટોચ પર રહેનારી બે ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. જે ટીમો હવે ગુરુવારથી મેદાનમાં ફાઈનલમાં પહોંચવા માટે જંગ લડતી જાેવા મળશે. જેમાં વિદર્ભ, કર્ણાટક, મુંબઈ, બરોડા, સૌરાષ્ટ્ર, તામીલનાડુ, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશની ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. જેમાં વિદર્ભની ટીમ કર્ણાટક સામે, મુંબઈની ટીમ બરોડા સામે, તામીલનાડુની ટીમ સૌરાષ્ટ્ર સામે અને મધ્યપ્રદેશની ટીમ આંધ્ર પ્રદેશ સામે મેદાને ઉતરશે. ગુજરાતની ટીમ કરતા કર્ણાટકની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં માત્ર ૨ પોઈન્ટ વધારે ધરાવે છે. કર્ણાટકની ટીમે ગુજરાત કરતા એક મેચ ઓછી જીતી છે. કર્ણાટકે ૭માંથી ૩ અને ગુજરાતે ૪ મેચમાં વિજય મેળવ્યો છે. જાેકે નેટ રનરેટ કર્ણાટકનો વધારે હોવાને લઈ ગુજરાતને બહાર થવુ પડ્યુ હતુ. ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી ચાર ટીમો પોતાના ઘરેલું મેદાન પર જ મેદાને ઉતરવાનો મોકો મેળવશે. જે ચારેય ટીમો પોતાના ગ્રુપમાં ટોચ પર રહેનારી છે. આમ બીજા સ્થાને રહેનારી ટીમો પોતાની હરીફ ટીમના મેદાન પર રમવા માટે ઉતરશે. ફાઈનલ મેચ ૧૪ માર્ચથી શરુ થનારી છે. જે માટેનું સ્થળનું એલાન કરવામાં આવ્યુ નથી. જ્યારે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચને ત્નૈર્ંં ઝ્રૈહીદ્બટ્ઠ પર ફ્રીમાં જાેઈ શકાશે. જ્યારે ટીવી પર લાઈવ મેચ સ્પોર્ટ્સ ૧૮ ની અલગ અલગ ચેનલ પર નિહાળી શકાશે. રણજી ટ્રોફી ૨૦૨૩-૨૪ ને લઈ ક્વાર્ટર ફાઈનલનું શેડ્યૂલ જાહેર..
ક્વાર્ટર ફાઇનલ ૧ઃ વિદર્ભ ફજ કર્ણાટક, નાગપુર,
ક્વાર્ટર ફાઇનલ ૨ઃ મુંબઈ ફજ બરોડા, મુંબઈ,
ક્વાર્ટર ફાઈનલ ૩ઃ તમિલનાડુ ફજ સૌરાષ્ટ્ર, કોઈમ્બતુર,
ક્વાર્ટર ફાઈનલ ૪ઃ મધ્યપ્રદેશ ફજ આંધ્ર પ્રદેશ, ઇન્દોર.