Gujarat

જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કોઈપણ વોડના એસ.એસ. આઈ ઓની બદલી પોતાના વોડમાં ન કરવા અંગે

સવિનય જય ભારત સાથેના ઉપરોક્ત વિષયે જણાવવાનું કે આપણા દેશમાં કલાસ (૧) થી લઈ કલાસ (૪) સુધી બધા અધિકારીઓની બદલીઓ થાય છે અને એ એક વર્ષોથી ચાલીતી આવતી વહીવટી પ્રથા છે અને આ પ્રથા જામનગર મહાનગરપાલિકામાં પણ હતી પરંતુ છેલ્લા (૧૦) વર્ષથી અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને એસ.એસ.આઈ દ્વારા બંધ કરવામાં આવી હતી જેના અનુસંધાને અમીએ અનેક વાર આ બદલી કરવામાં આવે તેવા આવેદનો આપેલા પણ એસ.એસ આઈ ઓની બદલી અંગે કોઈપણ પ્રકારની આજદીન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પણ હમણા થોડા દિવસ પહેલા તા.૧૦/૧૨/૨૪ ના જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાની વોડનં૯ ના એસ.એસ.આઈ પ્રકાશ મકવાણા અને અવેજી સફાઈ કામદાર બન્ને મળીને સફાઈ કામદારો પાસેથી હાજરી પુરવાના નાણાંની ગેરકાયદે ઉઘરાણી કરી જામનગર મહાનગરપાલિકાની તિજોરી ઉપર તરાપ મારી રહ્યા હતા

જે અંગે આવા ભ્રષ્ટાચારીને જાગૃત સફાઈ કર્મચારીનાં પરિવારના સભ્ય દ્વારા જામનગર એ.સી.બી એ પકડી પાડી જામનગર મહાનગરપાલિકાની વેસ્ટ શાખામાં ચાલતા ભ્રષ્ટાચારને ચાલી રહ્યો છે તે સાબિત કરી બતાવ્યું જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા તા.૧૬/૧૨/૨૪ ના તમામ વોડના એસ.એસ.આઈઓ ની બદલી કરવામાં આવેલ છે પરંતુ જ્યારથી આ બદલી કરવામાં આવી છે ત્યારથી હજુ આ ભ્રષ્ટાચાર કરવામાં અમુક વોડના એસ.એસ.આઈઓ વોડમાં સફાઈ કામદારોને માનસીક ધમકાવી રહ્યા છે અને જે વોડમાં હતા તે વોડમાં ફરીથી જવા માટે રાજકીય અને પોતાની વગથી લાગવગ કરી રહ્યા છે

એટલે ફરીથી આવા ભ્રષ્ટાચાર આચરી જામનગર મહાનગરપાલિકાની તિજોરી ઉપર તરાપ મારે માટે આ બદલી નો દોર રેગ્યુલર દર (૬)છ અથવા (૧ર) બાર મહિને બધા એસ.એસ.આઈઓ ની બદલી ફરતા ફરતા વોડમાં કરવામાં આવે અને હાલ તો કોઈપણ એસ.એસ.આઈ જે વોડમાં હતા તેને ફરીથી ત્યા બદલી કરવામાં ન આવે જો ફરીથી કોઈ એસ.એસ.આઈ ને પોતાના વોડમાં બદલી કરવામાં આવશે તો નાછૂટકે અમારે સફાઈ કામદારોને સાથે રાખી ભૂખ હળતાળ અનજળનો ત્યાગ કરવાની ફરજ પડી શકે એમ છે માટે આવા કોઈ એસ.એસ.આઈ ની બદલી નો કરવામાં આવે જેથી જામનગર મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકીએ એજ અમારા યુનિયનની અને સફાઈ કામદારોની લાગણી અને માંગણી છે જે આપ સાહેબશ્રી ને વિદિત થાય આપના વિસ્વાસું….