સ્વ.સાકરબેન ડોબરિયા તેમજ સ્વ.અલકાબેન ભટ્ટને પુષ્પાંજલિ ,શ્રદ્ધાંજલી અર્પણ
લોકસાહિત્ય સેતુ પરિવાર અને ડો.જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મોમેન્ટ આપી સન્માન કરાયુ
અમરેલી સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં પણ અમરેલી બાલભવનના સંગીતના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ
પ.પૂ.સંત શિરોમણી મોરારિબાપુના રુડા આશીર્વાદથી સ્થપાયેલ લોકસાહિત્ય સેતુ સંસ્થાની ૧૧૪મી નિયમિત બેઠક બાલભવનમાં યોજવામા આવી.
પ્રારંભમા પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ સહુને આવકાર આપેલ. સ્વ.સાકરબેનની તસવીરને પૂષ્ષઅર્પણ તેમજ સ્વ. અલકાબેન ભટ્ટને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી.લોકસાહિત્ય સેતુના કલાકાર સર્વશ્રી તનાક્ષીબેન, વિમળાબેન વણોતરીયા,રાજુલાના બાલકલાકાર રાજદીપભાઈ, કુ.ઝીલ જોષી,રમેશભાઈ જાદવ, કુ.તનાક્ષિબેન, સુરેશભાઈ શેખા,મહીપતભાઈ ભટ્ટ, વગેરેએ લોકગીત, લગ્નગીત, દુહા છંદ રજુ કરી ભક્તિરસ રેલાવ્યો.રાષ્ટ્રીય બાલ પર્યાવરણમાં બાળકોને ઉત્તમ માર્ગદર્શન પૂરૂ પાડનાર બાલભવનના નાયબ નિયામકશ્રી ડો.દિનેશભાઈ ત્રિવેદી,.તેમજ સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાટે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડનાર બાલભવનના સંગિત શિક્ષક પંકજભાઈ જોષીનુ ભવ્યાતિભવ્ય સન્માન કરતા આવ્યૂ.રાષ્ટ્રીય બીટ પ્લાસ્ટિક પોલ્યુશન ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ ખેલન સોનેજી,રાષ્ટ્રીય કક્ષાએ બીટ પ્લાસ્ટિક પોલ્યુશનમાં પેપર પ્રેઝન્ટમાં વેસ્ટઝોનમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર કીર્તન કાલેણા અને તરંગ દરમિયાન તેમજ સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામા દેવમ દવે ભજનમા ,કુ.ઝીલ જોષી લગ્નગીતમાં, ધ્રુવભાઈ ચૌહાણ રીધમ વાદ્યમા અમરેલી જિલ્લામા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનુ ગૌરવ વધારનાર તરીકે ભવ્યાતિભવ્ય સન્માન કરવામા આવ્યુ. લોકસાહિત્ય સેતુના કલાકારોને સદૈવ પુરસ્કૃત કરનાર કલા અને કલાકાર પામી સખાવતી દાતા સંસ્થાને આર્થિક સહયોગ આપનાર ,કરોડો રુપિયાની કિંમતના પુસ્તકો અડતાલાથી અમેરિકા સુધી વાચનપ્રેમીઓને પૂરા પાડનાર સ્વ ડો .પ્રતાપભાઈ પંડ્યાના અધૂરા તમામ કામો પૂરા કરનાર અમેરિકા સ્થિત આદરણીય મનિષાબેન પંડ્યા દ્વારા પ્રતાપદાદાની ૬૧મી એનિવર્સરી અમેરીકામા ઉજવણી સાથે કુ. ઝીલે ગાયેલ લગ્નગીતો સાથે મહેન્દ્રભાઈ જોષીએ સ્વરચિત લગ્નગીતો ગાઈ સહુને ભાવવિભોર બનાવ્યા.આભારદર્શન મહેન્દ્રભાઈ જોષીએ પોતાની આગવી શૈલીમા કર્યુ.
આ બેઠકમાં ડોક્ટર જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ આદરણીય મોટાભાઈ સંવટ, હસુભાઈ જોષી,મહેન્દ્રભાઈ શુકલ,અશ્ર્વિનભાઈ ત્રિવેદી,કીરણબેન ત્રિવેદી,હેમલત્તાબેન જોષી,સોનલબેન ત્રિવેદી,બિંદુબેન ત્રિવેદી (જુનાગઢ) માલતીબેન પંડ્યા ,તરુબેન પાઠક સમેત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી મોજ માણી.
બાલભવનના ચેરમેન આદરણીય હેમેન્દ્રભાઈ મહેતા.મુખ્ય ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ મહેતા કાર્યક્રમ અંગે ખુશી સંતોષ વ્યક્ત કર્યો.શ્રદ્ધાંજલી અર્પણ કરેલ સાથોસાથ અમેરિકા સ્થિત સવાઈ પુત્ર તરીકે ફરજ બજાવનાર મનિષાબેન પંડ્યાને હૃદય પૂર્વક અભિનંદન આપ્યા.

