વિસાવદરવાસીઓએ રાજકોટ ગેમ ઝોનના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી
વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ ના માધ્યમથી શહેરના રામજી મંદિર ચોકમાં ગઈકાલ તા.૨૫-૫-૨૦૨૪ના રોજ થયેલી ભયંકર દુર્ઘટના જે રાજકોટ મુકામે ટી.આર.બી. ગેઇમ ઝોનમાં અકસ્માતે લાગેલી ભયાનક આગમાં કેટલાય બાળકો તથા અન્ય અગ્નિની જ્વાળામાં લપેટાઈ જતા ચિર નિદ્રામાં પોઢી ગયેલ.
વિસાવદર વાસીઓએ બે મિનિટનું મૌન પાડી, રામધૂન બોલાવી દિવંગત આત્માઓને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે હૃદયાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ. તેમજ ઇજાગ્રસ્ત લોકો જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરેલ.
રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર
