અમદાવાદની સરકારી શાળાના નિવૃત્ત શિક્ષકે 150 વર્ષ જૂના વિસરાઈ ગયેલા 5000 શબ્દો બે વર્ષના પ્રચંડ પુરુષાર્થના અંતે શોધી કાઢ્યા છે. જૂના જોડણી કોષમાંથી આ શબ્દો, કહેવત, શબ્દોના અર્થ, રુઢિપ્રયોગો સહિતની બાબતો શોધી કાઢી છે.
જે અંતર્ગત આ શબ્દોનુ જ્ઞાન અમદાવાદ શહેર ડીઈઓ હસ્તકની 2000 સ્કૂલોના આશરે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવનાર છેે.
દસ્ક્રોઈ તાલુકાના ભૂવાલડી ગામની જિલ્લા પંચાયત હસ્તકની ભૂવાલડી પ્રાથમિક સ્કૂલમાંથી નિવૃત્ત થયેલા રતિભાઈ મંડલી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો વિદ્યાર્થીઓને વિસરાયેલા શબ્દોનુ જ્ઞાન આપવા માંગે છે.
વિસરાઈ ગયેલા ગુજરાતી શબ્દો
- વલ્લભ શબ્દનો અર્થ રસોઈયો થાય આ શબ્દ હાલમાં ઉપયોગ થતો નથી.
- કોકી કોકી પાસે બેઠી તેનો અર્થ એ છે કે કાગડા જેવા અવાજમાં ગાય તેને કોકી કહેવાય છે, આ શબ્દ વપરાતો જ નથી.
- પાપડી ભેગી એળ બફાય તેનો અર્થ એ છે કે પાપડીની સાથે ઈયળ બફાઈ જાય.
- પયોદ એટલે વાદળ તેનો અર્થ વાદળ થાય.
- નિહાર એટલે કે ઝાકળ
- નચિકેતા એટલે અગ્નિ

