અમરેલી જિલ્લામાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં
જિલ્લાના માર્ગ અને મકાન (રાજ્ય) હેઠળના રોડ-રસ્તાઓની
પેચવર્કની કામગીરી શરુ : બગસરા-ચલાલા-સાવરકુંડલા રોડ,
ગોંડલ-દેરડી રોડ-કુંકાવાવ-બગસરા રોડનું મેટલ પેચવર્ક પૂર્ણ
—
ખાંભા-થોરડી રોડ, ચાંચ-ખેરા-પટવા રોડ પર મેટલ પેચની કામગીરી પૂર્ણ
—
અમરેલી તા.૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ (સોમવાર) જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓની મરામત કામગીરી માટે રાજય સરકાર દ્વારા દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે અને આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગ અને મકાન રાજય અને પંચાયત વિભાગને રાજય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા થોડાં દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામતની કામગીરી અમરેલી જિલ્લામાં શરુ છે. વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓના મરામત પ્રક્રિયા પૂરજોશમાં હાલ શરુ છે. બિસ્માર રસ્તાઓનું મેટલિંગ દ્વારા પેચવર્ક થઇ રહ્યું છે, જિલ્લાના માર્ગ અને મકાન-રાજ્ય વિભાગ હેઠળના રસ્તાઓનું પેચવર્ક શરુ છે. માર્ગ અને મકાન રાજય દ્વારા, બગસરા-ચલાલા-સાવરકુંડલા રોડ, ગોંડલ-દેરડી રોડ-કુંકાવાવ-બગસરા રોડનું મેટલ પેચવર્ક પૂર્ણ સાથે ખાંભા-થોરડી રોડ, ચાંચ-ખેરા-પટવા રોડ પર મેટલ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નાગરિકોને વાહન વ્યવહારમાં રાહત મળી રહે તે માટે માર્ગ મરામતની કામગીરી તંત્ર દ્વારા ઝડપભેર કરવામાં આવી રહી છે.
ધર્મેશ ૦૦૦

