Gujarat

માળીયાહાટીના તાલુકાનુ. . …ચોરવાડ તાબેના ખંભાળિયા ગામના રોહીશા મકવાણાએ પીએચ .ડી.ડૉક્ટરેટ થયા.

રોહીશા કરસનભાઈ મકવાણાએ સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાંથી “ડાંગ જિલ્લામાં આદિવાસી વિકાસમાં વનબંધુ કલ્યાણ યોજનાની ભૂમિકા” વિષય પર પીએચ .ડી.ની ઉચ્ચતર ડિગ્રી મેળવી છે. તેઓએ આણંદ આર્ટસ કોલેજના સમાજશાસ્ત્ર વિષયના અધ્યક્ષ ડૉ.પરેશ એમ. પરમારના માર્ગદર્શનમાં સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે. તેઓ જુનાગઢ જીલ્લાના માળિયા તાલુકાના ખંભાળિયા ગામની વતની છે આ ગામની પ્રથમ દિકરી રોહીશા કરસનભાઈ મકવાણાએ ડૉક્ટરેટની પદવી મેળવી છે.સમગ્ર ગામ ગૌરવ અનુભવે છે. ગામની હજારો દીકરીઓ માટે રોહીશા રોલ મોડેલ બની છે.
રોહીશા મકવાણાની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ રહી છે તેઓ  બીએમાં  સમાજશાસ્ત્ર વિષયમાં આર્ટસ કોલેજ આણંદમાંથી  પ્રથમ નંબરે ઉતીર્ણ  થયેલ છે. એમ.એ.માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી  બે ગોલ્ડ મેડલ જેમાં પ્રથમ ડૉ. કાશમીરા ભાયા મેડલ અને બીજો આમ્રપાલી મર્ચન્ટ મેડલ મેળવેલ છે. તેઓએ રાષ્ટ્રીય કક્ષાએ સેમિનારમાં  દશ સંશોધન પેપરો રજુ કરેલ છે. આઠ  સંશોધન લેખો રાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત થયેલ  છે.
આદિવાસી વિકાસમાં વનબંધુ કલ્યાણ યોજનાની ભૂમિકા તપાસતા જણાયું કે આદિવાસી સમાજના બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવામાં દૂધસંજીવની યોજના સીમાચિન્હરૂપ છે. વિધાર્થીઑના શૈક્ષક્ષિક  વિકાસમાં સરકારી છાત્રાલયોની ભૂમિકા મુખ્ય જણાય હતી. વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ આદિવાસી વિધાર્થીઑ  નોંધપાત્ર સંખ્યામાં લઈ રહ્યા છે. આદિવાસી ક્ષેત્રમાં પશુપાલન સહ ડેરી ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. આદિવાસી ક્ષેત્રમાં વાંસને લગતા ગૃહ ઉદ્યોગમાં આદિવાસી કુટુંબો રોજગારી પ્રાપ્ત કરે છે. યુવાનોને તાલીમ આપીને રોજગાર માટે સક્ષમ બનાવવામાં  વ્યવસાયલક્ષી તાલીમ યોજના કારગત સાબિત થઈ રહી છે.
ટીબી, કેન્સર અને સિકલસેલ એનેમિયમાં સરકારી મફત તબીબી સહાય મળે છે. આદિવાસી કુટુંબોને ઘરનું ઘર  છે. કૃષિના વિકાસમાં માટે મહત્વના પ્રયાસો છે. ડૉક્ટરેટની પદવી મેળવવા બદલ રોહીશા મકવાણાને ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન.
: રિપોર્ટર વિમલ રાય કુંડલીયા..