Gujarat

વીરપુર નજીક વાળાડુંગરા ગામના યુવા સરપંચ રોહિતભાઈ સોલંકીએ અનોખી રીતે પોતાના જન્મદિનની ઉજવણી કરી

જન્મદિનના દિવસે વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ યોજી તેમજ વૃક્ષારોપણ,વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કર્યું.
રોહિતભાઈ સોલંકીએ જન્મદિવસમાં ખોટા ખર્ચ કરવાને બદલે વિકાસ લક્ષી કાર્યક્રમ કર્યા.
ઘણા ખરા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી પોતાની અલગ અલગ રીતે મસ મોટા ખર્ચ કરીને કરતા હોય છે ત્યારે વિરપુર પાસેના વાળા ડુંગરા ગામના યુવા સરપંચ અને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવા અગ્રણી રોહિતભાઈ સોલંકીએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઊજવ્યો હતો,જેમાં વાળાડુંગરા ગ્રામ પંચાયત તેમજ જય ખોડીયાર ગ્રુપ દ્વારા આયોજિત વિદ્યાર્થી સત્કાર સમારોહ ૨૦૨૪ના  ઉપક્રમે તા.૧૭ ઓગસ્ટના રોજ રોહિતભાઈ સોલંકીનો જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાળાડુંગરા ગામમાં ધોરણ ૧ થી ૧૨ તેમજ કોલેજના વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપી  પ્રોત્સાહન ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ રોહિતભાઈ સોલંકીએ પોતાના ગામ વાળાડુંગરાને હરિયાળું બનાવવા વિદ્યાર્થીઓને તથા ગ્રામજનોને ત્રણસો જેટલા વૃક્ષના રોપાઓનું વિતરણ કરી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય ભુપતભાઈ સોલંકી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સાપરિયા તેમજ મેડિકલ ઓફિસર ડો.ધર્મિષ્ઠાબેન તેમજ તાલુકા મલ્ટીપરપઝ હેલ્થ સુપરવાઇઝર ડો.કાનાણી તેમજ આઇ શ્રી દેવલમાં મંદિરના ગાદીપતી માતાજીએ ખાસ હાજરી આપી હતી,આમ વાળા ડુંગરા ગામના યુવા સરપંચ અને ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજના યુવા અગ્રણી રોહિતભાઈ સોલંકીએ  અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી તેમજ સમસ્ત ગ્રામજનો,વિદ્યાર્થીઓ, વડીલો,આગેવાનોનો તથા વાળાડુંગરા ગ્રામ પંચાયત,જય ખોડીયાર ગ્રુપનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તસવીર:- કિશનસિંહ મોરબીયા- વીરપુર