Gujarat

વડીલોને વંદન : રાધારાણી મહિલા મંડળ દ્રારા વડીલ વંદના માટે અનોખો કાર્યક્ર્મ યોજયો

જૂનાગઢના મહીલાઓમાં રહેલી શ્રુશુપ્ત શક્તિઓ બહાર આવે અને કાંઈક અવનવું શીખવા મળે તેમજ આપણી સંસ્કૃતિ આપણો વારસો જાળવી રાખવા માટે રાધા રાણી મહિલા મંડળ દ્રારા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજતા હોય છે. ખાસ મહત્વનુ છે, કે હાલ દીવસે દીવસે મોબાઇલનાં વધતા જતા યુગમાં માણસ એકલો થતો જતો હોય છે અને મોટાભાગના સબંધો તૂટતાં જાય છે. એક જમાનો હતો ત્યારે વડીલ વગરનું આંગણું વિરાન જંગલ જેવું લાગતું ત્યારે આ યુગમાં પણ વડીલોનું સન્માન થાય અને વડીલો પ્રત્યે આદાર જળવાય તેવા હેતુથી તાજેતરમાં રાધા રાણી ગ્રુપ દ્વારા આઝાદચોક સ્થિત રેડક્રોસહોલ ખાતે અનોખો વડીલ વંદના કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને વડીલો માટે પણ વેલેન્ટાઇન ડે કેવી રીતે લાવી શકાય અને વડીલોના જીવનમાં પણ વસંત કેવી રીતે આવે તે માટે વિષેશ આયોજન કરાયું હતુ
સમગ્ર કાર્યક્રમમાં આવનારા દરેક બહેનોએ 60 વર્ષથી ઉપરના વડીલ બહેનો મીનાબહેન પરપડા, હર્ષાબહેન અઢિયા, માયાબહેન ખીરયા, વિલાસબહેન રાજા, ક્રિષ્નાબહેન અઢિયા રંજનબહેન રાજા, હસુબહેન તેમજ પુષ્પાબહેન સહિતનાં તમામનું કુમકુમ તિલક કરી આરતી ઉતારી પૂજન કર્યું હતું.
આ તકે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર અને લોહાણા સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ વિષેશ ઉપસ્થિતિ રહી હતી અને રાધા રાણી ગ્રુપની ટીમની અનોખી પહેલને આવકારી હતી. રાધા રાણી ગ્રૂપના સંચાલક ચેતનાબહેન તન્ના દ્વારા ઘરડા ગાડા પાછા વાળે એ કહેવત પરની વાત વિસ્તૃત રીતે સમજાવી હતી ખાસ વિષેશ ઊપસ્થિત મહેન્દ્રભાઇ મશરૂએ ઘરડા ગાડા પાછા વાળે તે અનુસંધાને જણાવ્યુ હતું કે આ વાતમાં શીખ એ છે કે વડીલોના અનુભવોથી યુવાવર્ગ જીવનમાં આગળ વધી શકે છે તેઓએ વિષેશ એવું પણ જણાવ્યુ હતુ કે જે જીવન કોયડાઓ છે તેના જવાબ મોબાઇલમાં નથી મળતા તે ઘરના વડીલો અને વૃદ્ધો આંખના પલકારા જેટલા સમયમાં ઉકેલી શકે છે અને આપણી પરંપરા જ છે કે વડીલોને સન્માન આપવું જોઈએ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનાબહેન તન્ના દ્વારા કરવામાં આવ્યુ હતું જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા નિશાબહેન રૂપારેલિયા, ચાંદનીબહેન રાજા, જાગૃતિબેહન વસંત, નીતાબહેન ઉનડકટ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી.

IMG-20240216-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *