ઉનાના સીમર ગામે એક શિવકથામાં કથાકાર રાજુબાપુ દ્વારા સમગ્ર કોળી અને ઠાકોર સમાજનું અપમાન કરવા બદલ તેના વિરુધ કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને વિવિધ ચાર માંગો સાથે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે કોળી સમાજના વિવિઘ સંગઠનો જેમાં સમસ્ત કોળી સમાજ સંકલન સમિતિ, કોળી સેના, યુવા કોળી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ, કોળી સમાજના દીપાબેન બાંભણીયા, રામજીભાઇ પરમાર, મહેશભાઇ બારૈયા, રસિકભાઇ ચાવડા, અજયભાઈ બાંભણીયા, ભરતભાઈ શિંગડ, દીપકભાઈ બાંભણીયા સહિતના આગેવાનો, યુવાનો અને તાલુકાના ગામોના યુવાનો બહોળી સંખ્યામાં લોકો એ ઉના ડે.કલેકટર લેખિત રજુઆત કરી હતી.

આ બાબતે આવેદનમાં જણાવ્યા મુજબ તા.19 મે 2024ના રોજ સોસીયલ મીડિયાના માધ્યમ દ્વારા કોળી અને ઠાકોર સમાજનું અપમાન કરતા કથાકારનો કથિત વિડીયો વાઈરલ થયો હતો. ઉના તાલુકાના સીમર ગામે શિવ કથાના વક્તા રાજુબાપુ દ્વારા સમગ્ર કોળી અને ઠાકોર સમાજને નીચ, નિમ્ન ગણાવી સંબોધ્યા હતા તેવી નિમ્ન,નીચ જ્ઞાતિમાં આપણા ઉજળા સમાજે લગ્ન ન કરવા જોઈએ તેવું પણ કહ્યું હતું. ઉપરાંત નિમ્ન અને નીચ સમાજની મહિલાના કુખે જન્મેલ બાળક વણસંકર જન્મે તેવું બોલી સમગ્ર કોળી અને ઠાકોર સમાજનું અપમાન કર્યું હતું. આવા શબ્દો કોઈપણ સમાજને ના કહેવા જોઈએ તેવા શબ્દો બોલી બેફામ વાણી વિલાસ કરેલછે.
આમ અગાઉ પણ સમગ્ર કોળી અને ઠાકોર સમાજની અસ્મિતા પર પ્રહારો થયા છે. પરંતુ આ વખતે કથાકાર રાજુબાપુ દ્વારા કોળી અને ઠાકોર સમાજની બેન-દીકરીનું અપમાન કર્યું જે અક્ષમ્ય છે. કોળી અને ઠાકોર સમાજની મુખ્ય માંગણીઓ સ્વીકારી ધોરણસર કાર્યવાહી કરવા માંગ કરીહતી. મુખ્ય માંગણીઓ જેમાં રાજુબાપુ દ્વારા સમગ્ર કોળી અને ઠાકોર સમાજનું અપમાન કરવા બદલ નિયમાનુસાર ફરિયાદ દાખલ કરી કડકમાં કડક સજા થાય તેવી માંગણીછે,
તા.4મે 2024 સુધી આચાર સંહિતા અમલમાં હોઈ તો કથા કરવા માટે મંજુરી લીધેલી છેકે કેમ? અને જો મંજુરી લીધા વગર કથા કરવામાં આવી હોઈતો આયોજકો અને કથાકાર રાજુબાપુ વિરુધ આચાર સંહિતા ભંગ, મંજૂરીના નિયમોનું ઉલંઘન કરવા બદલ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી થાય,એક કથાકારને ન શોભે તેવા શબ્દો બોલી વ્યાજપીઠને કલંક લગાડેલ છેતે બદલ આવનારા પાંચ વર્ષ સુધી તેમને કથા કરવા પર રોક લગાવવામાં આવે અને રાજુબાપુ દ્વારા લેખિતમાં સમગ્ર કોળી અને ઠાકોર સમાજની માફી માંગવામાં આવે, આમ તો કહેવાતા કથાકાર દ્વારા જે ભૂલ કરી છેતે અક્ષમ્ય છે તેમ છતાં સમગ્ર કોળી અને ઠાકોર સમાજની વિવિધ માંગોને સંતોષવામાં આવે તેવી માંગ છે.

