પવિત્ર ચાતુર્માસ દરમિયાન વિસાવદર બી.એ.પી.એસ. દ્વારા સંત પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન
પવિત્ર ચાતુર્માસ દરમિયાન વિસાવદર શહેરમાં સ્વામિનારાયણ મંદિરે વિસાવદર બી.એ.પી.એસ. સત્સંગ મંડળ દ્વારા એક સંત પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે.
આ જ્ઞાનયજ્ઞ તા.૨૬-૭ થી ૨૮-૭ દિવસ ૩ દરરોજ રાત્રે ૮-૩૦ કલાકથી કથા વાર્તાનો સત્સંગ થશે. જેમાં જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના પૂ.અખંડચિંતન સ્વામી તથા પૂ.પરમનિલય સ્વામી પધારી કથા, વાર્તાનો લાભ આપશે. તો તમામ હરિભક્તો તથા સત્સંગીઓએ સહ પરિવાર પારાયણમાં પધારવા નમ્ર અનુરોધ. તેમ હરિભક્ત અમૃતલાલભાઈ જોશીની અખબારી યાદી જણાવે છે.
સી. વી. જોશી વિસાવદર


