Gujarat

માંગરોળ માં વાલ્મિકી યુવા શૈક્ષણિક સંગઠન દ્વારા વાલ્મિકી સેવા સમાજ કોમ્યુનિટી હોલમાં વાલ્મીકી વિધાર્થીઓનો સરસ્વતી સન્માન શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત આગેવાનો હસ્તે શિલ્ડ આપવામાં આવ્યા તેમજ શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગિરીશભાઈ વાળાએ કરેલું તેમજ આયોજનમાં બહારથી પધારેલ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં અને માંગરોળ વાલ્મિકી સમાજના પ્રમુખ, આગેવાનો ,વડીલો, માતાઓ ,યુવાનોને સાથે લઈ આયોજકો ગિરીશભાઈ વાળા,  હિમંતભાઈ પરમાર, હિતેશભાઈ ગરીયલ તથા રવીભાઈ ટીમણીયા એ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલી હતી