Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં એસઓએસ હોસ્પિટલ મહુવાના  સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો  જેમાં વીજપડી ગામના સરપંચ ભરતભાઈ  તેમજ રાઘવભાઈ કળસરિયા હરેશભાઈ ભુવા ખીમજીભાઇ ગુર્જર વિજયભાઈ ચાવડા ભાયાભાઈ લાડુમોર કનુભાઈ લાડુમોર ડોક્ટર ધીરુભાઈ નકુમ છોટુભાઈ કાતરીયા અશોકભાઈ લાડુમોર બાલાભાઈ જોગરાણા મહેશભાઈ વાઘમશી દુલાભાઈ ભગવતી ટ્રેકટર નીતિનભાઈ નગદીયા  તેમજ ભરતભાઈ આલોક મેડિકલ જેવા આયોજકની ઉપસ્થિતિમાં કુલ ૧૭૬ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં એસઓએસ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા ભારે જહેમત સાથે વિવિધ રોગોના દર્દીઓને તપાસી સ્થળ પર દવાનું વિતરણ કરવામાં આવેલ એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું .
બિપીન પાંધી