સાવરકંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા અશોકભાઈ ખુમાણ દ્વારા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીને એક પત્ર લખીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે શહેરી વિસ્તારના હાથસણી રોડ પરના આસોપાલવ સોસાયટી પાછળ સરદાર નગર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં ધોરણ ૦૧ થી ૦૭ માટે નવી પ્રાથમિક શાળા મંજુર કરવા બાબત રજૂઆત કરી હતી આ સંદર્ભે તેમણે પત્રમાં જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેરી વિસ્તારના હાથસણી રોડ પરના ઘણા વિસ્તારો આવેલા છે, અને આ વિસ્તારનો દિન-પ્રતિદિન વ્યાપ વધી રહ્યો છે.
જેમાં આ વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો ખુબજ મોટા પ્રમાણમાં વસવાટ છે. અને આ વિસ્તારમાં માત્ર પે- સેન્ટર શાળા નંબર ૪ એક જ સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. અને આજુબાજુમાં અન્ય કોઈ શાળા નથી જેથી આ વિસ્તારના બાળકોને અભ્યાસ માટે દૂર દૂરથી અંદાજીત ૪ થી ૫ કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે.
અને આ વિસ્તારનો મેઇન હાથસણી રોડ પર વાહનોની અવરજવર ખુબજ મોટા પ્રમાણમાં હોવાથી નાના બાળકોએ અભ્યાસ માટે આ શાળામાં જવા માટે અગવડતા તેમજ બાળકોના વાલીઓને દુર અભ્યાસ માટે મોકલવા મુશ્કેલીઓ પડી રહી છે, અને આ બાળકોને પ્રાઈવેટ શાળામાં મોકલવા પરવડી શકે તેમ ના હોય જેથી હાથસણી રોડ પર આવેલ આસોપાલવ સોસાયટી પાછળ સરદાર નગર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં એક સરકારી પ્રાથમિક શાળા ની ખાસ જરૂરિયાત જણાઈ રહેલ છે.
આ બાબતોને લક્ષમાં લઈને આ વિસ્તારમાં એક સરકારી પ્રાથમિક શાળા મંજુર કરવામાં આવે તો આ વિસ્તારના આર્થિક નબળા વર્ગના લોકોના બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે તેમ છે. જેમને આપની કક્ષાએથી પ્રાથમિક શાળાની મંજુરી માટે યોગ્ય થવા અશોકભાઈ ખુમાણ દ્વારા વિનંતી સહ પત્ર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અમરેલીને રજૂઆત કરવામાં આવી આ સંદર્ભે માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને પણ આ પત્રની નકલ રવાના કરેલ છે
બિપીન પાંધી સાવરકુંડલા