અમરેલીના સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મહામંત્રી મહેશ કસવાળા દ્વારા નવ નયુક્ત તમામ 178 બુથ પ્રમુખોનું એક સાથે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સંગઠન પર્વમાં એક અનોખી પહેલ કરી બુથ પ્રમુખોને સન્માન કરી અભિવાદન કરી જોમ જુસ્સા સાથે પ્રોત્સાહિત કરવામાં આવતા કાર્યકરો હોદ્દેદારોમાં ઉત્સાહ છવાયો હતો.
સાવરકુંડલા વિધાનસભાના કુલ 178 બુથ પ્રમુખોનું સન્માન કાર્યક્રમ ધારાસભ્ય મહેશ કસવાળાએ કરી અનોખી પહેલ કરી હતી. સાંસદ ભરત સુતરીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશીક વેકરીયા, જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારોની ટીમ ઉપસ્થિત રહી હતી.

સાવરકુંડલા શહેર ભાજપ મોરચાના મહામંત્રી લલિતભાઈ મારૂએ જણાવ્યું કે, સંગઠનની પ્રથમ પહેલ દેશમાંથી નવીન આગવી વિચારધારા ધરાવતા અમારા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ એક સાથે 178 બુથ પ્રમુખોના સન્માન કર્યા. આ દેશ અને ગુજરાતમાં પ્રથમ કાર્યક્રમ હશે આ પ્રકારના સન્માનથી કાર્યકરોમાં ઉત્સાહ છવાયો છે.

