Gujarat

સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા ડમ્પીંગ સાઈટની દીવાલના નબળા કામની ફરિયાદ કરવામાં આવી

તે અન્વયે  સાવરકુંડલા નગરપાલિકામાં સરકારશ્રી દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદ અન્વયે ઐતિહાસિક રૂપિયા ૮૯ લાખની રિકવરીના આદેશ કરવામાં આવ્યા…
ગુજરાતના પ્રમાણિક અને નિષ્ઠાવાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવાનું અભિયાન ઉપાડેલ છે ત્યારે સરકારશ્રી દ્વારા સાવરકુંડલા નગરપાલિકામાં ડમ્પિંગ સાઈટની દિવાલના બાંધકામના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ અન્વયે રૂ ૮૯ લાખની રિકવરીના આદેશ કરવામાં આવ્યા છે.
સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા ગત  ૨૨ જુલાઈ ૨૨ના રોજ આ બોઘરિયાણી ગામ ખાતે આવેલ ડમ્પિંગ સાઈટની દિવાલના બાંધકામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવેલ હતી. જે અંગે પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓની કચેરી ભાવનગર દ્વારા ગત તારીખ ૧૫-૯-૨૨ તથા ૧૭-૯-૨૨ ના રોજ ડમ્પિંગ સાઇટની દીવાલ ના ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવેલ હતી અને પંચરોજ કામ કરી અહેવાલ કમિશ્નર શ્રી નગરપાલિકાઓ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ હતો,
જે અન્વયે રામદેવસિંહ ગોહિલ દ્વારા છેલ્લા બે વર્ષથી સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર થી લઈ પ્રાદેશિક કમિશનર શ્રી ભાવનગર, કમિશનર શ્રી ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય તેમજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સુધી લેખિત ફરિયાદો કરવામાં આવેલ હતી, જે બાબતે સરકારશ્રી દ્વારા યોગ્ય અને આવકારદાયક પગલું લઈ આ ડમ્પીંગ સાઇટની દીવાલનું કામ કરનાર એજન્સી ગર્વીશ ઈનફાસ્ટ્રક્ચર ની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રૂપિયા ૮૯ લાખ રૂપિયા સરકારશ્રીમાં જમા કરાવવા આદેશ કરેલ છે.
તદઉપરાંત આ ભ્રષ્ટાચારમાં સામેલ તત્કાલીન ચીફ ઓફિસર, તત્કાલીન નગરપાલિકાના પદાધિકારીઓ, નગરપાલિકાના તત્કાલીન એકાઉન્ટન્ટ, નગરપાલિકાના તત્કાલીન એન્જિનિયર વિગેરેને પણ જવાબદાર ઠેરવી તે તમામની સામે પણ કાયદેસરના શિક્ષાત્મક પગલાં ભરવા હુકમ કરેલ છે.
સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા ભૂતકાળમાં નગરપાલિકાના સીસી રોડના ભ્રષ્ટાચારની પણ ફરિયાદ કરવામાં આવેલ હતી જે અન્વયે જે તે સમયે આ સી.સી. રોડના નબળા કામ કરનાર એજન્સીને પણ રૂપિયા ૩૮ લાખની રિકવરીનો હુકમ કરેલ હતો. આમ સરકાર શ્રી દ્વારા ભ્રષ્ટાચાર અને નાબૂદ કરવાની જે મુહીમ ચાલી રહી છે તેમાં ફરિયાદ કરનારને મહદંશે સફળતા મળેલ છે.
બિપીન પાંધી