સરકારશ્રી દ્વારા ધોરણ છ થી આઠમાં સમગ્ર વર્ષમાં દસ દિવસ બેગલેસ અભ્યાસની શરૂઆત કરવાનું નક્કી કરાયું છે. જે મુજબ વિદ્યાર્થીઓ ૧૦ દિવસ બેગ લીધા વગર સ્કૂલે આવશે અને આ ૧૦ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને સુથારી કામ, મેટલકામ ,માટી કામ ,કાંટા ઉદ્યોગ વગેરેની પ્રવૃત્તિ શીખશે. અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર કાંટા ઉદ્યોગનું સૌથી મોટું હબ છે .જે સાવરકુંડલા શહેરમાં ૨૫ થી ૩૦ હજાર જેટલા કારીગરોને રોજગારી પૂરી પાડે છે.સાવરકુંડલામાં ૨૦૦થી વધારે કાંટાના કારખાનાઓ આવેલા છે. જેમાં તોલમાપમાં વપરાતા ઈલેક્ટ્રીક તેમજ વજનિયા વાળા કાંટાઓ બનાવવામાં આવે છે. બેગલેસ ડે અંતર્ગત સાવરકુંડલા શહેરની સરકારી શાળા પે.સેન્ટર શાળા નંબર એકમાં વિદ્યાર્થીઓએ આજરોજ અમરેલી રોડ પર આવેલ “ભગવાનજી જીવન એન્ડ સન્સ”ના કારખાનાની મુલાકાત કરાવવામાં આવી હતી. કારખાનાના માલિક અનિલભાઈ ચુડાસમા, રવિભાઈ ચુડાસમા, દ્વારકેશભાઈ ચુડાસમા દ્વારા વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રીક કાટાની બનાવટ તેમાં વપરાતી સર્કિટની ખુબ જ સરસ સમજૂતી આપી હતી. અહીં બનતા કાટા રાજ્યમાં તેમજ દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે. આ તકે શાળાના શિક્ષક હિતેશભાઈ જોષી અને મુકેશભાઈ જાદવ દ્વારા અનિલભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.