ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની જહેમતથી જિલ્લામાં માત્ર સાવરકુંડલા શહેર જ ગ્રાન્ટ મેળવવામાં સફળ રહ્યું.
———————————————————————
ગઈકાલ તારીખ ૨ – ૧-૨૪ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ, પાલિકાઓ અને સત્તા મંડળોને પોતપોતાના વિસ્તારના લોકોની જનસુવિધાના કાર્યો કરી શકે તે માટે કરોડો રૂપિયાના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો તેમાં સાવરકુંડલા શહેરને પણ જનસુવિધાના કાર્યો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અને સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની હાજરીમાં રૂપિયા પાંચ કરોડ જેવી માતબર રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સાવરકુંડલા પાલીકાના હોદ્દેદારો પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ,ઉપ-પ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, કારોબારી સમિતિના ચેરમેન અશોકભાઈ ચૌહાણ અને ચીફ ઓફિસર સાવરકુંડલાથી ચેક વિતરણ કાર્યક્રમમાં ગાંધીનગર ગયા હતા જેમણે ધારાસભ્ય મહેશભાઇ કસવાળાની હાજરીમાં ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાંચ કરોડ રૂપિયાનો ચેક સ્વીકાર્યો હતો. અત્રે નોંધનીય છે કે અમરેલી જિલ્લાની ૬ નગરપાલિકાઓ પૈકી રૂપિયા પાંચ કરોડ જેવી માતબર રકમ જનસુવિધાના કાર્યો માટે મેળવવામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની જહેમતથી એક માત્ર સાવરકુંડલા નગરપાલિકા સફળ થઈ છે જેથી સાવરકુંડલા શહેરના લોકો ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને અભિનંદન સાથે આભાર માની રહ્યા છે. પાંચ કરોડ રૂપિયા જેવી માતબર રકમ પાલીકાને મળતા પાલીકા સત્તાધીશો ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનાં માર્ગદર્શન નીચે શહેરમાં જનસુવિધાના કાર્યો કરવા માટે આયોજન કરી રહ્યા છે .

