શ્રી સોમનાથ પદયાત્રા સંઘ દ્વારા
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ સાવરકુંડલા થી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અંદાજે ૭૦ થી ૮૦ પદયાત્રી અને સ્વયંસેવકો આ પદયાત્રામાં સહભાગી બનશે.

પદયાત્રા તારીખ ૭-૮-૨૪ના રોજ સાવરકુંડલા થી આરંભ કરવામાં આવેલ જે તારીખ ૧૧-૮-૨૪ ના રોજ સોમનાથ મંદિરે પૂર્ણ થયા બાદ સોમનાથ દાદાને ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખેલ હોય
જેમાં સર્વ પદયાત્રીઓ ભાગ લેશે, છેલ્લા ત્રીસેક વર્ષથી શૈલેષભાઈ જોશી,ચેતનભાઇ જોશી તેમજ કમલેશભાઈ કડવાણી, વિક્રમભાઈ, નિલેશભાઈ ચોહાણ જેવા શિવ ભક્તો દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવે છે તેમજ રસ્તામા ઠેક ઠેકાણે ચા-નાસ્તા, ભોજન-પ્રસાદ, ઉતારાની વ્યવસ્થાથી લઈને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવું સુંદર આયોજન કરી સર્વ ભક્તો માટે શિવજીના આશીર્વાદ મેળવે છે. સાવરકુંડલાના તમામ ધર્મપ્રેમી અને શિવભક્તો દ્વારા સહર્ષ આ પદયાત્રામાં સાથ સહકાર આપવા અને ભાગ લેવામાં આવે છે.
બિપીન પાંધી સાવરકુંડલા

