Gujarat

સાવરકુંડલા પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં અવસાન પામેલા બાળકોને તેની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે મૌન પાળી, મીણબત્તી પ્રગટાવીને મૃતકના દિવ્ય આત્મકલ્યાણર્થે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી. 

સાવરકુંડલાના જેસર રોડ ખાતે નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં એક શાળાના ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકોના દુઃખદ અવસાન બાદ દુર્ઘટનાને એક માસ થતાં દુઃખદ અવસાન પામનારને સાવરકુંડલા પ્રિયાંશી સ્કૂલના વિદ્યાર્થી ભૂલકાઓ દ્વારા તેઓની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે મૌન પાળી તેમજ મીણબત્તી પ્રગટાવીને  શ્રધ્ધાંજલી અર્પણ કરવામા આવી હતી તેમ ધોરણ બે ના વિદ્યાર્થી યુગગીરીની એક યાદીમાં જણાવેલ.

IMG-20240223-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *