શ્રી બ્રાન્ચ શાળા નંબર ૭ શિવાજી નગર માધવાણીની વાડી સા.કુંડલા સી.આર.સી. કક્ષાનો કલા મહોત્સવ,વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું તેમાં દરેક બાળપ્રતિભાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તેમાં સંગીતમાં ગાયન, વાદન,કાવ્ય લેખન,કાવ્ય પઠન,ગરવી ગુજરાતને ઉદ્દેશીને ચિત્ર,દરેક કૃતિમાં દરેક બાળકોને પ્રથમ,દ્વિતીય, તૃતીય નંબરને શિલ્ડ અને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા અને દરેક કૃતિમાં ભાગ લેનાર બાળકોને પણ ઈનામ વિતરણ કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ ખૂબ ઉત્સાહપૂર્વક આયોજનબધ્ધ રીતે સંપન્ન થયો હતો.
બિપીન પાંધી.

