સમુદ્ર કિનારા પરના પર્યાવરણીય અને પ્રાકુતિક વાતાવરણને અસર કરતા પરિબળો જેવા કે દરીયામાથી તેલ ગેસ, રેતી ખનન અને સમુદ્રમા કંપનીઓ દ્વારા હજારો ગેલન પ્રદુષીત પાણી સમુદ્રમા નાખી અને હજારો માછી કામદારો બેરોજઞાર બની રહ્યા છે. તેમજ સમુદ્રની સુરક્ષા માટે બનેલ કાનુન સી.આર.ઝેડ. કાયદો તેમજ કોસ્ટલ રેગ્યુલેશનનો કોઇ અમલ સબધીત કાર્યવાહી થતી નથી. અને સમુદ્ર સુરક્ષામા રાજય અને કેન્દ્ર સરકારનુ તંત્ર બેજવાબદાર રહેલ છે. તેની સામે દેશભરની કેટલીક સામાજીક સંસ્થાઓ એક સાથે મળીને ગુજરાત અને દેશ ભરના સમુદ્ર કિનારાના માછીમારોમા જન જાગૃતાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. તેના ભાગરૂપે તાજેતરમા ત્રણ દિવસ ગીર સોમનાથ જિલ્લાના બંદરો જેવાકે ઉના તાલુકાના સિમર બંદર, ખડા બંદર, સૈ.રાજપરા, વણાકબારા, દિવ, મુળદ્વારકા, ધામળેજ સહીત બંદરોના માછીમાર આગેવાનો બોટ એસોશીયેસનો અને સમાજના પટેલો સાથે મીટિંગો કરવામાં આવી હતી. અને સમુદ્રીય પર્યાવરણી અને પ્રાકુતિક વિપદાઓ સામે રક્ષણ અને સમસ્યાઓ ઉકેલ માટે સમુદ્ર સુરક્ષા કાનૂન સી.આર ઝોડ કાયદાની દરિયા કિનારાના લોકોમા જાઞૃતા આવે તે માટેના કાર્યક્રમો કરવામાં આવેલ હતા..
આ કાર્યક્રમમા ભાઞીદાર એવા સૈ.રાજપરા સરપંચ ભરતભાઈ કામળીયા અને માછીમાર આગેવાનો અને સિમર બંદરના રમેશભાઇ રાજાભાઇ. અશોકભાઈ કાળુ ભાઇ સંબંધ મહિલાઓ અને બાળકો. ખડા બારાના પ્રવિણભાઇ રામભાઇ, મધુભાઇ રાજાભાઇ, ભાણાભાઈ બાબુ ભાઇ.સોલંકી તેમજ દિવના આગેવાન છગનભાઇ સોમાભાઇ, મુળદ્વારક, તમામ માછીમાર સમાજ આગેવાનો ધામળેજ બંદરના સરપંચ અને માછીમાર સમાજ આગેવાનો દિવ જિલ્લા માછીમાર એશોશીયન પ્રમુખ લખમભાઇ ફેનસી અને બોટ એશોશીયન અને માછીમાર સમાજ વણાકબારાના અગ્રણીઓ અને પાકિસ્તાન જેલમા રહેલા ભારતીય માછીમારોના પરિવારની મહીલાઓ સહીતના મોટી સંખ્યા લોકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનુ આયોજન સમુદ્ર શ્રમિક સંધ પ્રમુખ બાલુભાઇ સોચા, સાથે સેતુ, અમદાવાદ અગ્રણીઓ અશોકભાઈ શ્રીમાળી, મુકશભાઇ લકુમ, ચંદ્રકાંત પટેલ, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ મનોજ શ્રીમાળી, તેમજ નેશનલ ફીશ ફોરમના મેમ્બર ઉસ્માનભાઈ અને ગીર સોમનાથ જિલ્લાના સૌરાષ્ટ્ર દલિત સંગઠન ગોવિદભાઇ ચાવડા, ભગવાનભાઇ ચાવડા અને રાજેશભાઇ બામણીયા અને કિનારા બચાવ આદોલનના કાર્યક્રમ સંસાલન અને પ્રવાસનુ આયોજન બાલુભાઇ સોચા પ્રમુખ સમુદ્ર શ્રમિક સુરક્ષા સંધ કોડીનાર દ્વારા કર્યુ હતુ.