Gujarat

છત્તીસગઢના નારાયણપુર અને દંતેવાડાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોએ ૭ નક્સલવાદીઓને ઠાર કર્યા

છત્તીસગઢમાં ફરી એક વાર પોલીસ અને સુરકષદળોને મોટી સફળતા મળી છે, નારાયણપુર અને દંતેવાડાના સરહદી વિસ્તારમાં શુક્રવાર થી શરૂ થયેલી પોલીસ-નક્સલવાદી એન્કાઉન્ટરમાં સુરક્ષા દળના જવાનોએ ૭ નક્સલવાદીઓને ઠાર કર્યા છે, જો કે આ એન્કાઉન્ટરમાં ૩ ડીઆરજી જવાનો પણ ઘાયલ થયા છે અને તેમણે તાત્કાલીક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દંતેવાડા એડિશનલ એસપી રામ કુમાર વર્મને જણાવ્યું હતું કે, ૬ જૂન, બુધવારના રોજ નારાયણપુર, દંતેવાડા અને કોંડાગાંવના સરહદી વિસ્તારોમાં પૂર્વ બસ્તર ડિવિઝન હેઠળના મુંગેડી ગામના ગોબેલ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી, ત્યારબાદ . નારાયણપુર, દંતેવાડા, બસ્તર અને કોંડાગાંવના ડીઆરજી અને આઈટીબીપીના જવાનો સહિત બસ્તર વિભાગના ચાર જિલ્લાઓના જવાનોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ એન્કાઉન્ટર નારાયણપુર અને દંતેવાડાના સરહદી વિસ્તાર પર સ્થિત ગોબેલ જંગલોમાં થયું હતું, જે નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે આ અથડામણમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઘાયલ થયા હતા, જેઓ ભાગવામાં સફળ થયા હતા. શનિવારે સવારે ઘટના સ્થળે જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.

એડિશનલ એસપી વર્મને જણાવ્યું હતું કે તમામ માર્યા ગયેલા નક્સલવાદીઓના મૃતદેહ સૈનિકો દ્વારા મળી આવ્યા છે, ઉપરાંત ઘટનાસ્થળેથી નક્સલવાદીઓના રોજિંદા વસ્ત્રો અને વિસ્ફોટક વસ્તુઓનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. તેમણે કહ્યું કે હાલમાં તમામ સૈનિકો પોલીસ કેમ્પમાં પરત ફર્યા છે, આવતીકાલે શનિવારે સવારે સૈનિકો માર્યા ગયેલા નક્સલવાદીઓના મૃતદેહ સાથે દંતેવાડા હેડક્વાર્ટર પહોંચશે અને ઘટના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. પોલીસનો દાવો છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધી પણ શકે છે.