Gujarat

રાજ્ય સરકારે કિસાન સન્માન નિધિમાં ૨૦૦૦ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી

રાજસ્થાનના ખેડૂતો માટે સારા સમાચાર

રાજસ્થાન સરકારે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે, જેથી રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કિસાન સન્માન નિધિમાં ૨૦૦૦ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. હવે રાજસ્થાનમાં કિસાન સન્માન નિધિ તરીકે ૮૦૦૦ રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે જે વચનો આપ્યા હતા તે હવે પૂરા થઈ રહ્યા છે. રાજસ્થાનમાં ભાજપ ની સરકાર છે.

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાના એક દિવસ પહેલા આ મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારે કેન્દ્રમાં લોકસભા ચુંટણીમાં એનડીએને બહુમતી મળ્યા બાદ, નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.

ચોમાસું અને વાવણીની ઋતુ ની શરૂઆત થાય તે અગાઉ લેવાયેલા આ ર્નિણયથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ચોમાસું આવતાની સાથે જ સમગ્ર દેશમાં વાવણી શરૂ થઈ જશે. રાજ્યના ઘણા ખેડૂતોએ કહ્યું કે આ રકમથી તેમના માટે બિયારણ અને ખાતર ખરીદવામાં સરળતા રહેશે.

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તેના કારણે ખેડૂતો માટે કેન્દ્ર સરકારની ર્વાષિક રકમ ૬ હજાર રૂપિયાથી વધીને ૮ હજાર રૂપિયા થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે ખેડૂતોના હિતમાં આ ર્નિણય લીધો છે. આ વધારાના પૈસાથી ખેડૂતોને ટેકો મળશે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોને આગળ વધારવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે.